અમીરાઈ - પિતરાઈ
અમીરાઈ - પિતરાઈ


પિતરાઈ ભાઈ – બહેનો સાથે લોહીનું અનુસંધાન છે,
પિતરાઈઓનું જીવનમાં વિશિષ્ટ સ્થાન છે,
પિતરાઈઓ સાથે માણેલ બચપનની યાદો છે મસ્તાન,
પિતરાઈઓ સ્નેહ સંમેલન અને કુટુંબ મેળાની જાન છે,
ભલે હોય એક બીજાથી દૂર, પિતરાઈનું રહે હંમેશા ખેંચાણ છે,
કૌટુંબીક સમસ્યાઓનું પિતરાઈઓ કરાવે સમાધાન છે,
પિતરાઈઓ ભેગા થાય ત્યારે, થાય છે રસપાન અનોખું,
પિતરાઈઓ સંબંધોનું સાચું બહુમાન છે.
સારા – માઠા પ્રસંગોને સંભાળવા માટે પિતરાઈઓ શક્તિમાન છે,
દરેકની જિંદગીમાં પિતરાઈઓના પ્રેમનું પ્રદાન છે,
પિતરાઈઓ હોય ત્યાં સચવાઈ રહે છે માન પાન, ખાન પાન,
પિતરાઈઓ જીવનભરની દોસ્તીની દાસ્તાન છે.