Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Others

3  

Mana Vyas

Others

દિવાલનો ચહેરો

દિવાલનો ચહેરો

4 mins
13.8K


સાયલી આજે જ મુંબઈથી દેવલાલી આવી હતી. બારમાંની પરીક્ષા પતી પછી મમ્મી પપ્પા સાથે યુરોપ જવાનો પ્રોગ્રામ હતો. પણ એ તો મેં મહિનામાં જવાનું હતું. માતા પિતા બેઉ નોકરી અર્થે જતાં રહે એટલે થોડા દિવસ નાના નાની સાથે રહેવા આવી હતી. 

સત્તર વર્ષની સાયલી સ્માર્ટ અને સ્વતંત્ર મિજાજની હતી. હરિયાળા દેવલાલીમાં નાનાજીનો સોસાયટીમાં છેવાડે બેઠા ઘાટનો બંગલો હતો. ફરતે મોટા કંપાઉન્ડમાં જાતજાતના ફૂલઝાડ શોભતા હતા. બંગલો હવે થોડો જુનો થયો હતો છતાં સુંદર લાગતો હતો. 

"તારો સ્પેશ્યલ રૂમ અમે સાફ કરાવીને તૈયાર રાખ્યો છે. ખુશ !" નાના નાની સાયલીનાં આવવાથી ખૂબ ખુશ હતાં. "ઓકે નાનુ..." મમ્મી પપ્પા તો સવારે વહેલા જતા રહેવાના હતા. સાયલી આરામથી સવારે ઊઠી. કમાલ છે ને મુંબઈની ફાસ્ટ લાઈફમાં સવાર જલદી પડી જાય. અહીં તો હજી બધું શાંત છે. સાયલી પલંગમાં સૂતાં સૂતાં કમરાનું નિરીક્ષણ કરવા લાગી. ઘણી જગ્યાએ દિવાલમાં પોપડાં નીકળી ગયાં હતાં. કદાચ વરસાદનું પાણી લીક થઈ ઉતરતું હશે. પલંગની બંને તરફની દિવાલ પર જુના ફેમિલી ફોટા અને દેવ - દેવીનાં કેલેન્ડર લગાડેલા હતાં.

સિલિંગ અને સામેની દિવાલ પર પર વધુ ગળતર હશે. જરા ધ્યાનથી જોતાં એની નજર ચોંટી ગઈ. એ ફરી ફરીને જોવા લાગી.

સિલિંગ અને દિવાલના સાંધાથી શરૂ થઈ એક ચહેરો આકાર પામતો હતો. આબાદ જાણે કોઈએ ચિત્ર સ્કેચ કર્યુ હોય, એમ. માથા પર ફેલ્ટ હેટ, ઊંડી આંખો પર જાડી ભ્રમર, જાડી મૂછ નીચે દબાઈ જતા હોઠ. દાઢી અને એમાં વચ્ચે ખાડો. કાઉબોય જેવું દેખાતું આપમેળે આકાર પામેલા એવા ચિત્રને જોઈ સાયલી જરા ચોંકી ગઈ.

રૂમમાંથી નીચે આવી કે નાનાજીએ કહ્યું, "સાયલી, માય લવલી ડૉલ.. ચાલ માર્કેટમાં જઈએ... નાની આપણાં પેટ પર કંઈ એક્સપરીમેન્ટ કરવા માંગે છે... સાયલી તૈયાર થઈ ગઈ. જતાં જતાં એની નજર ફરી દિવાલ પર ગઈ. એ જ ચહેરો જાણે એની સામે જોઈ રહ્યો હતો. 

દેવલાલીની માર્કેટ નાની હતી. લીલોતરી અને ફળો લઈને બંને કાર પાસે આવ્યા. નાનાજીને સીગારેટ પીવી ગમતી એટલે સાયલીને કારમાં બેસવાનું કહીને સામે પાનવાળા પાસે ગયા. 

ખાસ્સી વાર થઈ એટલે સાયલી બારીમાંથી ડોકું કાઢી નાનાજીને બૂમ મારવા ગઈ પણ અવાજ ગળામાં જ અટકી ગયો. નાનાજી જેની સાથે વાત કરતા હતા એ અદ્દલ એ જ માણસ હતો... જેનો ચહેરો એનાં રૂમની દિવાલ પર ઊભરી આવ્યો હતો. 

સાયલી અચંબિત થઈ ઊઠી...! "કેવી રીતે શક્ય છે...?" ફાટી આંખે એ વ્યક્તિને જોતી રહી. આખા રસ્તે સાયલી ચૂપચાપ બેસી રહી. "કોણ હતી એ વ્યક્તિ?" 

ઘરે આવીને એ કમરામાં જવામાં ડરતી હતી. અચાનક ચહેરો જીવંત થઈ જાય તો...?

સાંજ નાના-નાની સાથે પત્તા રમવામાં નીકળી ગઈ. નાનાજીએ ડીનર માટે સાયલીના ફેવરીટ ડોમીનોઝ પીઝા મંગાવ્યા. બેલ વાગી. સાયલી એ દરવાજો ખોલ્યો... "પીઝા ફોર યુ મેમ..." સાયલી આઘાતથી મૂઢ થઈ ગઈ. ફરી એ જ ચહેરો... ફેલ્ટ હેટ... ઊંડી આંખો... મૂછ. "શું થયું સાયલી? પૈસા આપી દે..." કહેતા નાના દરવાજા પાસે આવ્યા. "થેંક્યુ..." કહી દરવાજો બંધ કર્યો.

"શું થયું સાયલી... સવારે પણ તું આને જોઈને ચોંકી ગઈ હતી..."

સાયલીએ નાનાનો હાથ પકડ્યો અને લગભગ ઘસડતી પોતાના કમરામાં લઈ ગઈ. આંગળી ચીંધીને એણે નાનાજીને દિવાલ બતાવી. નાનાજી પાંચ મિનિટ સુધી
દિવાલ સામું જોતાં રહ્યાં.

"ઓહ...! આતો આતો... એ જ... ઓહ માય ગૉડ..." બંને જણાં ભયભીત, આતંકિત દશામાં નીચે આવ્યાં અને સોફા પર ફસડાઈ ગયાં. સાયલીએ ધીમે રહી નાનીને પણ આ વિચિત્ર ઘટના કહી. નાની પાછાં હાર્ટ પેશંટ. ત્રણે જણાંએ મળી નક્કી કર્યું કે ઈન્સપેક્ટર મોરેને જણાવવું. નાનાજીએ ફોન લગાડયો પણ લાગ્યો નહિ એટલે ત્રણે સાથે પોલીસ સ્ટેશન જવા નીકળ્યાં.

દસ મિનિટ પછી ઉતાવળે અંદર જઈ એકસાથે ફરિયાદ લખાવવા માંડ્યાં. ઈન્સપેકટર નીચું જોઈ કંઈ લખી રહ્યો હતો. અચાનક એણે ઊંચું જોયું ઓહ ત્રણેનાં મોંમાંથી એક સિસકારો નીકળી ગયો. ઈન્સપેકટરનાં સ્વાંગમાં પણ એ જ હતો... એણે વંકાયલ સ્મિત કર્યું. 

ત્રણે જણાં પાછળ જોયા વિના ભાગ્યાં અને કારમાં બેસી ગયા. થોડે દૂર જઈ કાર ઊભી રાખી નાનાએ મોરેને ફોન લગાડયો. "સાહેબ મિ વિસરલો... અમે પોલીસ સ્ટેશન હમણાં બીજે ખસેડ્યું છે... કાય ઝાલા?"

નાનાજી એ મોરેને બધી વાત કરી... મોરે હતપ્રભ  બની સાંભળી રહ્યો. થોડી વાર સાંભળી એણે કહ્યું, "હું ઘરે આવું છું..."

સાયલી, નાનાજી અને નાની બહારથી સહજ હોવાનો ડોળ કરી રહ્યાં હતાં પરંતુ અંદરથી ફફડી રહ્યાં હતાં. દાદીની સ્વાદિષ્ટ થાળી પીઠ ચાખ્યા વિનાની પડી રહી હતી. 

ટ્રીં...ગ.. બેલ વાગી.. ત્રણે જણાં એક બીજા સામું જોવા લાગ્યાં... "ક..દા..ચ.. મોરે હશે..."

સાયલી દરવાજો ખોલવા ઊભી થઈ. પણ નાનાજીએ ઈશારો કરી બેસી જવા કહ્યું. એમણે કી-હોલમાંથી જોવાની કોશિશ કરી પણ કંઈ બરાબર કળાયું નહીં. બહારથી મોરે જેવો અવાજ આવ્યો.

"હું છું અંકલ દરવાજો ખોલો... નાનાજીએ દરવાજો ખોલ્યો. અને એ જ દિવાલવાળો ચહેરો અંદર ધસી આવ્યો...

એનું વંકાયેલ સ્મિત ભયાનક લાગતું હતું. એની અપાર્થિવ આંખો સાયલી પર મંડાયેલી હતી. એ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. નાનાજીએ એને પાછળથી પકડી લીધો...કોણ છે તું...શું જોઈએ છે તને...?

એ કંઈ બોલ્યા વગર સાયલી તરફ આગળ વધવા ગયો પણ ન પણ નાના જી એ એને ધક્કો મારી પાડી નાખ્યો. નાના અને નાની મળી એને જમીન સાથે જડી દીધો. પણ સાયલીને ખબર હતી તેઓ વધુ વાર ઝાલી નહીં રાખી શકે. એને કંઈક વિચાર આવ્યો અને એ પોતાના કમરા તરફ ભાગી... સાયલી એ ઉપર જઈ સ્ટોર રૂમમાંથી સફેદ રંગના પેઈન્ટનો ડબ્બો કાઢ્યો અને દિવાલ તરફ ભાગી. નીચેથી પેલા માણસની ચીસો આવી રહી હતી.

સાયલીએ પેઈન્ટનો પહેલો લસરકો દિવાલના ચહેરા પર માર્યો.. "નો..." નીચેથી માણસની મરણચીસ સંભળાઈ.

સાયલી ઝનૂનપૂર્વક આખા ચહેરા અને એની આજુબાજુ બધે સફેદો મારી દીધો...!

હવે નીચેથી ચીસો આવવી બંધ થઈ ગઈ હતી. એ નીચે આવી. "કાય ઝાલા...? શું ગરબડ છે? ઈન્સપેકટર મોરે પૂછી રહ્યો હતો.

ત્રણે જણાં ફાટી આંખે નીચે પડેલી ફેલ્ટ હેટને જોઈ રહ્યાં હતાં...


Rate this content
Log in