Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Children Stories

4  

Neeta Chavda

Children Stories

ધનવાન પરિવાર

ધનવાન પરિવાર

2 mins
256


એક ધનવાન પરિવારની આ વાત છે. ગામડામાં લોકો કેટલા ગરીબ હોઈ શકે છે એનો અનુભવ થાય એ હેતુથી પોતાના નાનકડા પુત્રને લઈને મા-બાપ એક દિવસ પ્રવાસમાં નીકળી પડ્યાં. એક આખો દિવસ અને એક રાત તેઓ એક ગરીબ પરિવારના ખેતરમાં રહ્યાં.

પ્રવાસ પરથી પાછા ફ્યાઁ બાદ પિતાએ પુત્રને પૂછ્યું : 'પ્રવાસ કેવો રહ્યો, બેટા ?

પુત્ર કહે : 'ડેડી, બહુ જ સરસ. મજા આવી.'

પિતા પૂછે છે : ગરીબ લોકો કેવા હોય છે એ તેં જોયું ?

પુત્ર કહે : ' હા, ડેડી.'

પિતા કહે : 'તો બેટા, આ પ્રવાસમાંથી તું શું શીખ્યો ?'

પુત્રએ જ્વાબ આપ્યો : 'મેં જોયું કે આપણા ઘરે તો આપણી પાસે એક જ કૂતરો છે. એમની પાસે ચાર છે. આપણા બંગલા સાથે જોડાયેલા બગીચાની વચ્ચો- વચ્ચ એક નાનો સ્વિમિંગ પુલ છે.જ્યારે એમની પાસે એક ખળખળ વહેતું ઝરણું છે. આપણા બંગલામાં ભલે ઈમ્પોઁટેડ લેમ્પ લગાવેલાં હોય, પણ એમની પાસે તો સદાય ઝગમગતાં તારલાની આખી બિછાત છે. આપણા બંગલાની છતો તો આ શરું થઈને ત્યાં પૂરી થઈ જાય છે, જ્યારે એમને તો દૂર દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ક્ષિતિજની છત મળી છે.'

પોતાનો નાનકડો પુત્ર આ બધું બોલતો હતો ત્યાંરે પિતા તો દિગ્મૂઢ થઈને સૂનમૂન થઈ ગયા.

છેલ્લે પુત્ર પોતાની વાત પૂરી કરતાં કહે છે : 'ડેડી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા બધા ગરીબ છીએ ! '

સાર એ છે કે જીવન પ્રત્યેનું તમારું દઁષ્ટિબિંદુ તમે જે બધી વસ્તુ કે બાબત કઈ રીતે જુઓ છો એના પર આધાર રાખે છે. અમુક લોકોને જે બાબતોમાં અમીરી દેખાતી હોય એ અન્યની નજરમાં મામૂલી હોઈ શકે છે. જીવનમાં સૌથી અગત્યની વાત એ છે કે જીવન પ્રત્યે હકારાત્મક વલણ. આ છે તો બધું જ છે.


Rate this content
Log in

More gujarati story from Neeta Chavda