Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others Romance Tragedy

3  

Alpa DESAI

Others Romance Tragedy

સાધના-૨૩

સાધના-૨૩

4 mins
14.6K


સવાર પડતા જ સાધના ઉઠી, તેનું માથું એકદમ ભારે લાગતું હતું, શરીર તાવથી ધગધગતું હતું. તેણે ઘડિયાળમાં જોયું રોજ કરતા બહુ મોડું થઇ ગયું હતું. જલ્દી ઉઠવાની કોશિશ કરી પણ ચાલી ન શકી. રાજ આવીને બોલ્યો “મમ્મી, તમે સુતા રહો, મેં મારી અને પપ્પાની ચા બનાવી લીધી છે. હું સ્કુલમાં જાવ છું." "ન , બેટા ! તારો નાસ્તાનો ડબ્બો ?" સાધના ધ્રૂજતા સ્વરમાં બોલી. ત્યાં તો લગભગ તેની આંખો સામે અંધારા આવી ગયા. રાજે તેને પકડી લીધી. અને પપ્પાને બુમ પડી.

બંને લોકોએ સાધનાને બેડ પર સુવાડીને ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે આવીને તપાસીને આરામ કરવા કહ્યું અને બધા રીપોર્ટ કઢાવવા માટે કહ્યું. ભરતે આજે રજા મૂકી. રાતનો તમામ ગુસ્સો પલકવારમાં ક્યાં ઉડી ગયો તેની ખબર પણ ન પડી. તે સાધના માટે ચિંતિત હતો. થોડો તાવ કાબુમાં આવ્યા બાદ બંને એક બીજાનો હાથ પકડીને રીપોર્ટ કઢાવવા ગયા. ભરત સાધનાનો ગરમ સ્પર્શને અનુભવી રહ્યો હતો. મનમાં ઘણું ખોટું કર્યાની ગ્લાની પણ હતી. લગ્ન જીવનના અઢાર વર્ષ વીત્યા તો પણ ક્યારેય તે લોકો વચ્ચે નાની અમથી તકરાર નહતી થઇ. પણ ગઈકાલે રાતના જે થયું તેનો પારાવાર અફસોસ તેને થવા લાગ્યો. પણ અહમ તેનો કેડો નહતો મુકતો. તે માનવા જ તૈયાર ન હતો કે મુંબઈ છોડવા પાછળ કોણ જવાબદાર છે.

સાંજના રીપોર્ટ આવ્યા. તેમાં ડાયાબીટીસ, લો-બ્લડ પ્રેસર આવ્યું. ડોક્ટરે તેમને જરા પણ ચિંતા ન કરવી, ભરપુર પોષ્ટિક આહાર તેમજ પરેજી પાળવી તેવું સૂચન આપ્યું. ભરતે મમ્મી પપ્પાને આ વાતની જાણ કરી. તે લોકો પણ આવી ગયા. કૈલાશબેન સાધનાની આવી સ્થિતિ જોઇને ગભરાય ગયા. તેમને ભરતને કહ્યું કે “આપણે , નાનકાના લગ્ન માટે વેવાઈ સાથે વાત કરી લઈએ ? દક્ષા આવી જાય તો સાધનાને થોડો આરામ મળે. બિચારી કેટલા વર્ષથી કૌટુંબિક માયાજાળમાં ફસાઈ ગઈ છે. હું તારા પપ્પાને કહીને,વેવાઈ સાથે વાત કરવાનું કહી મુકીશ.” ભરતે કહ્યું "તમને જેમ યોગ્ય લાગે તેમ કરો." તેનું મગજ રાતે બનેલા બનાવ પરથી હટતું જ નહતું.

હીરજીભાઈએ વેવાઈ સાથે વાત કરીને લગ્નનું મુહુર્ત જોવડાવવાની વાત કાને ધરી દીધી. એક માસ પછી ના મૂહુર્તો સારા હતા. રેખાબેન પણ દુબઈથી આવી જાય તેમ તારીખ નક્કી કરી દેવાઈ. ભાઈના લગ્ન પતાવ્યાનો આનંદ ભરતને અને સાધનાને ખાસ હતો. સાધનાને પણ બઢતી મળી ગઈ, તે દક્ષાને ઘરના રીતરિવાજ વહેવાર શીખવવા લાગી. કૈલાશબેનમાં પણ નવો ઉત્સાહ આવી ગયો. હુકમ છોડવા માટે બે-બે લોકો જો આવી ગયા ! દિવસો વહેતા ગયા, સાલ પણ જતું રહ્યું. સાધનાનું શરીર દવા લેવાને લીધે દિવસેને દિવસે વધતું ગયું. ખોરાક ઓછો થવા લાગ્યો. દેરાણીને હજુ સીમંતનો શુભ પ્રસંગ ના આવતા કૈલાશબેનના ગાણાં ચાલુ થઇ ગયા. રોજ રોજ કઈને કઈ બબાલ.

સાધના આ બધું જોઈ પોતાના ભૂતકાળમાં સરી પડતી હતી અને તે માનસિક રીતે રિબાતી હતી. ભરત તેનું ધ્યાન રાખતો જ હતો પણ દિલ પર પડેલા ઉઝરડાને કોઈ મલમ કામ ન આવતો. એક સ્ત્રીના મનને કોઈ માપી શક્યું નથી. તેની લાગણીને પવનની જેમ ફૂકી મારવામાં આવતી. કામના બોજા હેઠળ દબાય ગયેલી દરેક સ્ત્રી બહાર નીકળવા મરણીયો પ્રયાસ કરી રહી હોય છે.

માબાપની આબરૂ અને સસરાની પ્રતિષ્ઠા આંખો સામે તરવરતી હોય છે. તે એક શબ્દ જો બોલે તો તેનું પરિણામ કેટલું ભયંકર આવી જતું હોય છે. આમ ડગલે ને પગલે સતત તકેદારી અને ડરમાં જીવતી હોય છે આ સ્ત્રી. હવે રાજ પણ સ્નાતક થઇ ગયો. તેને પણ કોલેજમા એક સારા ઘરની દીકરી પસંદ પડી. બંને વચ્ચે પહેલા મિત્રતા બંધાઈ અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી. રાજ વિધિને પોતાના ઘરે એક દિવસ મમ્મી પપ્પાને મળવા લઇ આવ્યો. સાધનાને મળીને વિધિ બહુ ખુશ થઇ. સાધનાની તબિયત આજે પણ સારી ન હતી. તે ઉઠીને સાધના માટે સફરજન છોલી લાવી. આટલી સંસ્કારી દીકરી જો આપણા ઘરની વહુ બને તો ? તેવો વિચાર ભરતને આવ્યો. વિધિ થોડીવાર બેસીને બંને લોકોને વંદન કરી ને પોતાના ઘરે જવા નીકળી.

રસ્તામાં રાજે કહ્યું “જો, વિધિ મારી મમ્મીની તબિયત જરા પણ સારી રહેતી નથી, હું મારા માટે ઘરેલું છોકરી ગોતીશ કે જે મારી મમ્મીનું ધ્યાન રાખી શકે. સાથે તેને તમામ છૂટ પણ આપીશ, કે જેને અભાવે મારા મમ્મીની તબિયત ખરાબ થઇ છે. તું તારા મમ્મી પપ્પાની એકની એક દીકરી છે જેવી રીતે હું મારા માબાપની ચિંતા કરું છું તેવી જ રીતે તને પણ તારા ભવિષ્યની અને માબાપની ચિંતા રહે તે સ્વાભાવિક છે. પણ મને મારા માબાપે ખુબ સારા સંસ્કાર આપ્યા છે હું ક્યારેય તારા દિલને કે તારા સ્વાભિમાનને ઠેસ નહિ પોહોચાડું.અંતિમ

નિર્ણય તારે લેવાનો છે. જ્યાં સુધી મને સારી નોકરી નહિ મળે ત્યાં સુધી તારે મારી રાહ જોવી પડશે. હું મારા પગભર ઉભો થવા માંગું છું.

વિધિને રાજની આ નિખાલસતા બહુ ગમી ગઈ.તે રાજની બધી વાતોને બરીકાઈથી સાંભળી રહી હતી. તે વિચારવા લાગી કે રાજ કેટલો પારદર્શક છે. તેના ઘરે લઇ ગયો. મમ્મી પપ્પાને મળાવી. તેના મમ્મીની તબિયત સાચી જાણ પણ કરી દીધી. હું મારા મમ્મી પપ્પાને બધી વાત કરીને મારો નિર્ણય જણાવીશ, ત્યાજ રાજ બોલ્યો હજુ વિચારવા માટે ઘણો સમય છે તું તારો અંતિમ નિર્ણય મને જણાવજે .અને વિધિનું ઘર આવી ગયું.(ક્રમશ:)


Rate this content
Log in