લીપટ જા..
લીપટ જા..
1 min
6.8K
વિલંબ ક્ષણ પણ કર નહીં તું જટ લીપટ જા.
તું વેલનો છે છોડ ને હું થડ, લીપટ જા.
ફરફર પવન હોવા છતાં સજ્જડ લીપટ જા.
લોકો ભલે કહ્યા કરે નફ્ફટ, લીપટ જા.
રોમાંચ ખરવાનો કદી અનુભવ લીધો છે?
વસંતને છોડી કદી પતજડ લીપટ જા.
એ ગાલ પર વિખરાય તો પાછળ ધકેલે
તો કાનની સાથે ક્ષણિક હે લટ; લીપટ જા.
થાતી નથી કંઈ પણ અસર આ ચામડીને
તેથી કહું છું ફક્ત તું ના અડ, લીપટ જા.