Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Ketan Karia

Others

2.4  

Dr Ketan Karia

Others

પ્રમાણપત્ર

પ્રમાણપત્ર

1 min
13.8K

મેં દરેક પરિવારમાં એક પાગલ સ્ત્રીને જોઇ છે.
એ સ્ત્રી લગ્ન પહેલાં અન્ય સામાન્ય છોકરીઓ જેવી જ હોય છે.
લગ્ન પછી પણ ઘણો સમય એ સામાન્ય જ રહે છે.
આ પાગલ સ્ત્રીનું પહેલું પાગલપન ત્યારે જોવા મળે છે,
જ્યારે એ એકલી-એકલી કંઇક બબડવા લાગે છે.
પાછું કોઈ સાંભળતું હોય એમ,
હસે પણ ખરી, ક્યારેક રડે પણ ખરી.
આ પાગલ સ્ત્રી જ્યારે છોકરી હોય
ત્યારે પા ઇંચ પેટ ન વધે
એ માટે કેટલુંય કરી છૂટતી હોય,
એ પાગલ થયા પછી
જાહેરમાં મોટું પેટ લઈને ફરે છે.
પાગલપનની હદ તો જુઓ
પીડાથી આંખોમાં આંસુની ધાર વહે
પણ એ હસતી હોય!
પોતાનાથી વધુ કોઈ વિશે વિચારવું
એ કંઈ સમજદારી થોડી કહેવાય?
પાગલપન જ કહેવાય ને?
‘મા’ નામનું આ પાગલપનનું પ્રમાણપત્ર
દરેક ઘરમાં એક સ્ત્રીએ સ્વીકાર્યું હોય
એવું નથી લાગતું?
મેં તો દરેક પરિવારમાં એક પાગલ સ્ત્રીને જોઇ છે.

Rate this content
Log in