Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

2  

Kajal Kanjiya

Others

ક્યાં લગ જાશો

ક્યાં લગ જાશો

1 min
7.4K


કેવાં છો ને કેવાં થાશો,
ક્યાં ઊભા છો ક્યાં લગ જાશો.
 
ઊંડા સાગર છિછરા કાંઠા,
મોતી ત્યાં અણમોલ તરાસો 
 
સૂરજ જાગે, ફૂલો ખીલે,
પંખી ગાયન પ્યારું ગાશો?
 
તરતું આવ્યું તરણું નાનું,
મરતાનો શું ઈશ્વર થાશો?
 
આવી ગોપી મહિડા લઈને,
શ્યામ તમે આ માખણ ખાશો?
 
ગાયોની જ્યાં પૂજા થાશે,
મળશે ત્યાં શ્યામ તપાસો.
 
જીવનનું એક જ સત છે આ,
ખીલીને પાછાં કરમાશો.
 
સુખની જ્યાં છાયાં હો'એવાં,
મિત્રો સાથે ના ટકરાશો.
 
કાજલને વ્હાલું કાજળ થઈ,
તેની આંખોમાં અંજાશો.
 
ચાલો જઇએ ઈશનાં શરણે,
ક્યાં લગ દુનિયામાં અટવાશો.


Rate this content
Log in