Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

3  

Kajal Kanjiya

Others

બેઠી છું

બેઠી છું

1 min
6.9K


આંખોમાં અંગારા લઈને બેઠી છું,
રડવાનાં ભણકારા લઈને બેઠી છું.

જખ્મો આપે છે આ દુનિયાને એવાં,
જખ્મોનાં ચણનારા લઈને બેઠી છું.

ઊડીને વળગી ધૂળ બધી ઈચ્છાને,
ઈચ્છા પર હસનારા લઈને બેઠી છું.

જીવન ભર સાથે ચાલે, ના તરછોડે,
દુ:ખોના શણગારા લઈને બેઠી છું.

રૂંધાવું, રીબાવું  છે કિસ્મત  મારી,
શ્વાસોને હણનારાં લઈને બેઠી છું.


Rate this content
Log in