ગુરુવરજી
ગુરુવરજી
1 min
13.4K
ચરણ નમાવું શીશ ગુરુવરજી,
હતી જિંદગી બધીર ગુરુવરજી.
આપ્યા સંતોષ, સંયમ અપાર,
હતી હું અબુધ અધીર ગુરુવરજી.
જિંદગીનાં સુખ દુ:ખ સમજાવ્યા,
ના રહીં હવે હું સગીર ગુરુવરજી.
રામાયણ, ગીતાનાં કર્યા રસપાન,
થઈ ગઈ હું કબીર ગુરુવરજી.
માટીમાંથી માણસ બનાવી મને,
આપોને સેવા લગીર ગુરુવરજી.
કવચ, કુંડળ આપું કે આપું અંગૂઠો?
ગુરૂદક્ષિણામાં આપું મારું ઝમીર ગુરુવરજી