Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Others

4  

Neha Purohit

Others

એક વિરહિણીનું ગીત

એક વિરહિણીનું ગીત

1 min
13.1K

તરસે જાતો જીવને કૂવાકાંઠે ના હો ગાગર, સહિયર શું કરીએ ?

જાત સિંચણીયે બાંધી પડતું મેલ્યું, તળિયે કાંકર, સહિયર શું કરીએ ?

અવાવરુ કૂવામાં જળને બદલે ઝાઝાં જાળાં, 

સાજનને પોકારું, ચામાચીડિયા ઊડતાં કાળાં, 

એ નહિ આવે, એવા વ્હેમે મારા ગળતા ગાતર, 

સહિયર શું કરીએ ?

જાત ઝૂરાપે ઝાલી, મસ્તીખોર થયો ભગવાન,

હું મારો સાંવરિયો માગું, એ આપે ઘનશ્યામ !

કેમ કરી મંદિરીયે જાવું ચિતડું ભટકે પાદર, 

સહિયર શું કરીએ ?

પીડાનું આ અખ્ખેપાતર જાવ કોઇ લઈ જાઓ

પ્રણય તણી રૂપાવાટકડી હવે હાથમાં આપો

સડે તો અંગ કપાવું.. આ તો વલૂરવાની ધાધર,

સહિયર શું કરીએ ?

Rate this content
Log in