Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Ketan Karia

Others

3.1  

Dr Ketan Karia

Others

મિત્રો

મિત્રો

1 min
13.2K


વ્હાલની કંઈ માપણી ના હોય મિત્રો,
ત્યાગની સરખામણી ના હોય મિત્રો.

વાપરો આ શસ્ત્ર સમજી-જાળવીને,
શબ્દ છે, એને અણી ના હોય મિત્રો!

ફેંકતા પ્હેલા જ પથ્થરને ચકાસો,
ક્યાંક એ પારસમણી ના હોય મિત્રો!

જે મળ્યું નહિ એ ટળ્યું છે; એમ સમજો,
સૌ બલા કંઈ આપણી ના હોય મિત્રો.

આખરી ઇચ્છા જ છે અપવાદ, બાકી,
કોઈ ઇચ્છા વાંઝણી ના હોય મિત્રો.


Rate this content
Log in