Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsha Dave

Others

3  

Harsha Dave

Others

શેરી હતી

શેરી હતી

1 min
15K


ગોધૂલિની આરતીના નાદની શેરી હતી
સાવ તકલાદી બધી ફરિયાદની શેરી હતી

એક મંદિર ને બીજે નજદીકની મસ્જિદ ઉપર
એક સરખું આવતા વરસાદની શેરી હતી

બા જ શબરી હોય જાણે એમ ત્યારે લાગતું,
એક મુઠ્ઠી બોરના પરસાદની શેરી હતી

જિંદગીના ખુબ અઘરાં,અટપટા નિબંધના
સાવ સહેલા ને સરળ અનુવાદની શેરી હતી

પારકું આંસુ ય પોતીકું બધાને લાગતું
એમ વહેંચાઇ જતાં અવસાદની શેરી હતી

ગુંજતું રહેતું મળસકે કાનમાં પરભાતિયું
સાંજરે માઁએ દીધેલા સાદની શેરી હતી


Rate this content
Log in