લખે છે.
લખે છે.
1 min
13.9K
આંખનુ તાજાકલમમાં જળ લખે છે;
રોજ રાધા શ્યામને કાગળ લખે છે;
એમ સંબોધન લખે છે બાવરી, કે
"કૃષ્ણ" લખવું હોય ને "કાજળ" લખે છે.
સાવ અડવાણે ફરે છે વાંસવનમાં,
શ્વાસ ઉપર સુરની અટકળ લખે છે.
બારસાખે આળખીને મોરપીંછું,
ખૂબ મનગમતું પછી અંજળ લખે છે.
રંગ લાગે આભનો ઘનશ્યામ જેવો,
ગોધૂલિ વેળા અષાઢી પળ લખે છે.
