STORYMIRROR

Harsha Dave

Others

2  

Harsha Dave

Others

ત્યારે જીવાય છે

ત્યારે જીવાય છે

1 min
2.3K


કંઇ કેટલું વિસરાયને, ત્યારે જીવાય છે,
મૃતપ્રાય થઇ જવાયને, ત્યારે જીવાય છે.

બેબાકળી ક્ષણો ય છે પર્યાય જામનો;
ચિક્કાર પી શવાયને, ત્યારે જીવાય છે.

જીવનમાં લક્ષ્યવેધ સતત સાધીયે પછી;
પલ્લું ય સ્થિર થાયને, ત્યારે જીવાય છે.

ભીતર ન ઝેર ઉતરે, ન બ્હાર નીકળે;
નીલગ્રીવ થઇ શકાયને, ત્યારે જીવાય છે.

સુખનો સૂરજ તપે ને પછી આંખમાં જરા,
વરસાદ આવી જાયને, ત્યારે જીવાય છે.

આઠે પ્રહર ખુમારી ચડે દર્દની, પછી;
મીઠું કવન ગવાયને, ત્યારે જીવાય છે.


Rate this content
Log in