STORYMIRROR

Harsha Dave

Others

3  

Harsha Dave

Others

સ્વગોક્તિ..

સ્વગોક્તિ..

1 min
14.4K


ઘટનાસ્થળે અમસ્તું પીછું જડી ગયું છે;
એમાં બધાની આંખે પંખી ચડી ગયું છે;
 
ફૂલો કતાર બાંધી ઉભા છે એમ,જાણે-
ખીલી, ખરી જવાનુ કોઠે પડી ગયુ છે.
 
એમાં સુવર્ણમૃગનો સહેજે ય વાંક નહોતો
દોડી જવું અમારું અમને નડી ગયું છે.
 
પામી ન ચિત્તવૃત્તિ વિસ્તાર જળકમળવત
સ્પર્શયા વિના છતાં એ અશ્રુ દડી ગયું છે.
 
એવાં જ રથની ઈશ્વર પોતે લગામ ઝાલે,
હું પદનું એક પૈડું જેનું ખડી ગયું છે.
 
 
 
 


Rate this content
Log in