Sargam Bhatt

Others Romance Tragedy

4.9  

Sargam Bhatt

Others Romance Tragedy

વળતર

વળતર

5 mins
683


તપસ્યા આજે અસ્વસ્થ લાગતી હતી. રોજની જેમ તેના ચેહરા પર તેજ ન હતું કે તેનું મોહક સ્મિત પણ ન હતું. તે ઓફિસમાં આવી ત્યારથી શાંત હતી. લંચ બ્રેકમાં પણ જ્યારે બધા લંચ કરવા બોલાવી તો પણ ન ગઈ. અને પોતાના ડેસ્ક પર પડેલા તેના અને મલ્હારના ફોટાને જોઈ રહી હતી. જાણે કોઈ ગહન વિચારોમાં હતી. આ જોઈ મ્હેકથી રેહવાયું નહિ અને ઓફિસથી છૂટ્યા બાદ તેને તપસ્યાને પૂછ્યું પણ કે "કઈ પ્રોબ્લેમ તો નથી ને તારા અને મલ્હાર વચ્ચે ? બધું બરાબર તો છે ને ?તને સવાર થી જોઉં છું તું આમ ચૂપચાપ છે..કોઈ વિચારોમાં ખોવાયેલી લાગે છે !"

તપસ્યા જાણે તેની અસ્વસ્થા છુપાવતી હોય તેમ ચેહરા પર ખોટું સ્મિત રેલાવી બોલી, "ના,ના મારાને મલ્હાર વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી બધું જ સરસ છે. આજે જરાક ઘરનું કામ વધારે હોવાથી થાકી ગઈ છું."

અને એ ઘરે જવા નીકળી ગઈ. રસ્તામાં પણ એ તો વિચારોમાં જ હતી. "મલ્હારને શું થયું હશે ? તેના વર્તનમાં કેમ બદલાવ આવ્યો હશે ? શુું એને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હશે ?" ઘરે આવી પેહલા એના મગજને શાંત કર્યું અને મલ્હારનું ભાવતું ભોજન બનાવ્યું. કેમ કે એની માટે તો મલ્હારનું ધ્યાન રાખવું એજ એની પ્રાથમિકતા હતી.

મલ્હાર તો રોજની જેમ તેના ટાઈમે ઘરે આવ્યો. ત્યારે તો સરસ મૂડમાં હતો. તેને આવીને તપસ્યા સાથે વાત કરી અને ત્યાબાદ ફ્રેશ થઈને બંને જમવા બેઠા. મલ્હારને પેહલા થી જમતા વાત કરવાની આદત ન હતી. જમતી વખતે તે ટીવી જોતો. એને ભાવતું ભોજન બનાવ્યું તે માટે તપસ્યાને સ્મિત આપતા વખાણી લીધું. તપસ્યા પણ ખુશ થઈ ગઈ કારણ એને તો માત્ર મલ્હારને ખુશ જોઈને જ ખુશી મળી જતી હતી. જમ્યા બાદ મલ્હાર પોતાનો ફોન લઈને બેસી ગયો અને તપસ્યા બાકીનું કામ પતાવીને તેની સાથે વાત કરવા આવી પણ મલ્હાર તો ફોનમાં જ વ્યસ્ત હતો.

તપસ્યાની વાતોમાં ખાલી હા હા હમમ એમ જ જવાબ આપતો હતો. આ વાતથી નારાજ થઇ તપસ્યા વાત કર્યા વિના જ બીજી બાજુ ફરીને સૂઈ ગઈ. એવું વિચારીને કે હમણાં મલ્હાર પાછળથી આવીને અને તેની બાહોમાં પકડી લેશે ! પણ મલ્હારને તો એના ફોનના કામમાં જ ધ્યાન હતું. અને તપસ્યા રાહ જોતા જોતા સૂઈ ગઈ.

સવારે વહેલા ઊઠીને તપસ્યા એ મલ્હારનો ફેવરિટ નાસ્તો ઉપમા બનાવ્યો. અને મલ્હારને ખુબ જ પ્રેમથી એના કોયલ જેવા મીઠા મધુર લેહકામાં ગુડમોર્નિંગ કહીને ઉઠાડ્યો. મલ્હાર એ પણ ખૂબ સુંદર સ્મિત સાથે તપસ્યાને ગુડમોર્નિંગ કહ્યું અને તપસ્યાને થયું કે હવે બધું સારું થઈ ગયું છે. પણ મલ્હાર તો આ વાત થી અજાણ હતો કેમકે એના મનમાં આવો વિચાર પણ ન હતો આવ્યો કે તપસ્યાને કોઈ વાતથી નારાજગી હશે.પોતાનામાં જ વ્યસ્ત મલ્હાર ફોન લઈને બાથરૂમમાં ચાલ્યો ગયો.. આવીને ફટાફટ તૈયાર થઈને નાસ્તો કર્યો ના કર્યો કરીને ટિફિન લઈને ઓફિસ જવા નીકળી ગયો .

તપસ્યા એની રાહ જોતી રઈ ગઈ કે હમણાં મલ્હાર વાત કરશે. પણ મલ્હારને તો પોતાના કામમાંથી સમય જ ક્યાં મળતો હતો !

તપસ્યા પણ પોતાની ઓફિસ જવા નીકળી ગઈ. મલ્હારના આવા છેલ્લા મહિનાઓથી ચાલતા વ્યવહારના કારણે તપસ્યા મુંજવાતી હતી પણ તપસ્યાને પોતાની વાતો કોઈની સાથે શેયર કરવી ઓછી ગમતી હતી. એટલે તે કોઈને કેહતી ન હતી.

હવે તો રૂટીન થઈ ગયું હતું કે તપસ્યા મલ્હારની રાહ જોયા કરે અને મલ્હાર આવે જમે અને ફોન લઈને બેસી જાય. મલ્હાર પોતાનામાં જ મસ્ત રહેવા લાગ્યો હતો. તપસ્યા થી રહેવાયું નહીં એટલે અને એક દિવસ તો મલ્હારને કહી દીધું કે ,

"મલ્હાર તું પેહલા જેવો નથી રહ્યો. ! એ મલ્હાર જે મને મળવા, મારી સાથે વાતો કરવા, મારી સાથે પોતાનો સમય વિતાવવા આતુર રહેતો હતો. મલ્હાર તેને શું થયું છે ? તું આમ કેમ કરે છે ? હું હમણાંથી જોઉં છું કે તું હંમેશા ફોનમાં વ્યસ્ત રહે છે. મારી સાથે વાત પણ નથી કરતો. મારી વાતોમાં રસ પણ નથી લેતો. સવારે ઊઠીને ફોનમાં વ્યસ્ત રાતે સૂતા પહેલાં પણ ફોનમાં અને બાકીનો સમય તારા ઓફિસમાં કામમાં વ્યસ્ત રહે છે.. એટલું તો શું જરૂરી કામ હોય છે તારે કે તેને હવે હું યાદ પણ નથી આવતી.

મલ્હાર કોઈ ટેન્શન માં હશે તો એને તપસ્યાની આવી ફરિયાદ સાંભળી ને તપસ્યા પર ગુસ્સે થઇ ગયો.

"તેને તો હું કઈ પણ કરું તારા માટે તોય હંમેશા ફરિયાદ જ હોય છે. માણસ કમાય કે ઘરે જ બેસી રેહ. મને પણ કોઈ શોખ નથી થતો આમ રોજ ૧૬ કલાક કામ કરવાનો. તારા માટે જ કમાવા જાઉં છું કે તારી જરૂરિયાત પૂરી કરી શકું. તારા નખંરા ઊઠાવા જ તો મારે એટલી મેહનત કરવી પડે છે. તારે જ બધું જાહોજલાલી જોઈતું હોય છે."

તપસ્યા તો ડઘાઈ ગઈ અને મલ્હારનું આવું વર્તન લગ્ન પેહલા તો જોયું ન હતું. કારણકે તપસ્યા અને મલ્હારના પ્રેમ લગ્ન હતા.કોલેજના ૫ વર્ષ સુધી જે મલ્હાર તપસ્યા તપસ્યા કરતા થાકતો ન હતો આજે એ જ મલ્હાર આમ વાત કરી રહ્યો હતો. તપસ્યા તો રડતાં રડતાં સૂઈ ગઈ. મલ્હાર પણ પોતાનું કામ પતાવીને સૂઈ ગયો. બીજા દિવસે મલ્હાર તો એકદમ નોર્મલ હતો જાણે કંઈ બન્યું જ નથી. પણ તપસ્યા તો હજી આઘાતમાં હતી. ધીમે ધીમે મલ્હાર અને તપસ્યા વચ્ચે આમ કોઈ ને કોઈ વાત માટે આનાકાની થતી રહેતી.

અને હદ તો ત્યારે થઈ જ્યારે મલ્હાર એ ગુસ્સામાં તપસ્યા ને કહી દીધું કે, "મારા જ નસીબ ખરાબ છે મને તારા જેવી છોકરી સાથે પ્રેમ થયો. તુંજ ઝઘડાં કરે છે. તેને ગમે તેટલું આપુ ઓછું જ પડે છે. તે મારા માટે કર્યું જ શું છે ? તને તો બસ તારા કહ્યા પ્રમાણે જ બધું થવું જોઈએ. તારા આમ રોજરોજના જગડાથી હવે હું કંટાળી ગયો છુ. આપણે આમ તો સાથે નહિ રહી શકીએ. મને તારા સાથે નહિ ફાવે. મને તારાથી છૂટાછેડા જોઈએ છે."

અને આમ કહી ઓફિસ જવા નીકળી ગયો. આ જ કારણ હતું કે તપસ્યા છેલ્લા કેટલાક સમયથી મુંજયેલી રહેતી હતી. તપસ્યા એ મલ્હાર માટે પોતાના માતાપિતાની વિરુદ્ધમાં લગ્ન કર્યા હતા. તેની માટે તો મલ્હાર જ બધું હતો અને છે. પણ મલ્હાર જ અને આજે આમ બોલ્યો હતો. તપસ્યાની બધી જ તપસ્યા પર પાણી ફરી વળ્યા. તેને કરેલા સેક્રીફાઇસનું તેને આ વળતર મળ્યું કે મલ્હાર તેને છોડીને ચાલ્યો ગયો !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్