સ્મિતાનો સંતોષ
સ્મિતાનો સંતોષ


સ્મિતા અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હતી. તે વખતે તેની મુલાકાત સંતોષ સાથે થઈ હતી જે દેખાવમાં ખુબ જ સુંદર ઘાટીલું શરીર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો.
સ્મિતા તેના નામને ન્યાય આપતી કેમ કે તેને જ્યારે પણ જોવો તેના ચેહરા ઉપર હમેશાં સ્મિત હોતું. અને સંતોષ તેને કોઈ વાતનો અસંતોષ ન હતો. જીવનમાં તેને જે પણ મળ્યું હતું તેનાથી તે સંતુષ્ટ હતો. સ્મિતા અને સંતોષ એક બીજાને ભણવામાં મદદ કરતા હતા. બનેની મિત્રતાને પ્રેમમાં બદલાતા વાર ના લાગી.
બંનેને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. અને નસીબ પણ એવા કે બંને એક જ નાતના હોવાથી વડીલો પણ રાજી થઈ ગયા. તેમના લગ્ન માટે. બીકોમ પત્યા કે તરત જ બંનેના લગ્ન લેવાયાં. સંતોષ તો આગળ ભણીને પોતાને ગમતી જોબ પણ કરવા લાગ્યો હતો. સંતોષને પેહલાથી જ બાળકો પ્રત્યે લગાવ હોવાથી તે એક સ્કૂલમાં જોબ કરવા લાગ્યો.
લગ્ન બાદ સ્મિતા રાજી ખુશીથી તેની જવાબદારી નિભાવવી હતી.
બંને પોતાના દામ્પત્ય જીવનમાં ખુજ ખુશ હતા ! કારણ બને એકબીજાને ન્યાય આપતા અને હમેશાં એકબીજાને કેવી રીતે ખુશ રાખવા તેના પ્રયત્નો કરતા રેહતા હતા.
વધુ આવતા અંકે...