Sargam Bhatt

Others

4.0  

Sargam Bhatt

Others

અનેરીનો અનુભવ

અનેરીનો અનુભવ

2 mins
110


અનેરી નો જન્મ અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક નાના કુટુંબમાં થયો હતો. અનેરી ના પિતા અશોકભાઈ ને તોરણ નો ધંધો હતો. અશોકભાઈ ને આ કળા તેમના પિતા તરફથી વારસા માં મળી હતી અને તેમના પાસે થી અનેરી ને.. આમ પેઢીઓથી આ પરિવાર તોરણ ના ધંધામાં થી રોજગારી મેળવતા હતા. તહેવારમાં તો એમના ઘરમાં જોરશોર થી કામ ચાલતું હોય.. ઘરના બધા લોકો તોરણ બનવાના કામ માં વ્યસ્ત થઈ જતાં. અમદાવાદ ના ગાંધીરોડ વિસ્તાર માં તેમની દુકાન માં નવરાત્રી થી દિવાળી ના સમયગાળા દરમ્યાન ખુબ ભીડ રહેતી હતી. પરંતુ આ વખતે તો કોરોના ના કારણે મંદી નો માહોલ હતો. લોકો સ્થાનિક બજારમાંથી ચીજવસ્તુ લેવાનું ટાળી રહ્યા હતા. ઓનલાઇન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આવી પરિસ્થતિમાં જો અનેરી ના પરિવાર ને વેચાણ ન થાય તો ઘર નું ભરણપોષણ કેવી રીતે કરવું તે મોટો સવાલ હતો..! અશોકભાઈ તો પહેલા થી જ ભણવામાં ઓછો રસ ધરાવતા હતા તો 10 ધોરણ સુધી જ ભણ્યા હતા તેમને તો ઓનલાઇન પોતાના વેપાર ને કેવી રીતે વધારવો તે ન ફાવતું હતું.! અનેરી જે આજના યુગની હતી તે જાણતી હતી કે સોશ્યલ મીડિયાના માધ્યમથી તે પોતાના પિતા ના વેપાર ને આગળ વધારી શકે તેમ છે. તેને પિતા ને કહ્યું ,"પપ્પા આપણે પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી આપના મંદ પડી રહેલા વ્યવસાય ને ફરી પેહલા જેવો ધમધમતો બનાવી શકીએ છીએ ." 

"શું એવું શક્ય છે!?"

"હા ,પપ્પા"

"પરંતુ મારું મન તો નથી માનતું દીકરી, અત્યારના સમય માં તો લોકો સોશ્યલ મીડિયાનો દુરૂપોગ જ કરતા હોય છે"

"આપણી સાથે પણ એવું કંઈ થાય તો!??"

"કોઈ છેતપીંડી કરે તો!??"

"અરે પપ્પા, તમે ચિંતા ન કરો એવું કંઈ નઈ થાય."

"હું , દરેક માહિતી ગુપ્ત રાખીશ અને ચોકસાઈ પૂર્વક કામ કરીશ."

હા ,ના કરતા કરતા અશોકભાઈ દીકરી સામે હારી ગયા અને અનેરી ને મંજૂરી આપી દીધી..

અનેરી એ પણ પિતા ની વાત ને ધ્યાન માં રાખી ખુબ જ કાળજી પૂર્વક સોશ્યલ મીડિયા ના માધ્યમથી પોતાના વ્યવ્યાર ની જાહેરાત કરવા લાગી.! અને જોત જોતામાં તો રાજ્યમાંથી અનેક જગ્યા એથી વિવિધ વિવિધ તોરણના ઓર્ડર મળવા લાગ્યા.. અને માર્ચ મહિના થી બંદ પડેલો એમનો ધંધો હવે ધીમે ધીમે ગતિમાન થઈ રહ્યો હતો. અશોકભાઈ જે હમેશાં કહેતા કે સોશ્યલ મીડિયા અને ઓનલાઇન શોપિંગ સારા નહિ તે જ આજે સોશ્યલ મીડિયા અને ઓનલાઇન ખરીદી ને આવકારી રહ્યા હતા.. 

અનેરી ના સોશ્યલ મીડિયામાં લોકો વધારે અનુસરવા લાગ્યા અને તેમના ચોકસાઈ પૂર્વક કામ ને આવકારી રહ્યાં છે.! 

અનેરી અશોકભાઇ ને કેહવા લાગી ," જોયું પપ્પા જો સોશ્યલ મીડિયા નો સારો ઉપયોગ કરીએ તો આપણને કેટલો ફાયદો થઈ શકે છે.."

 "પપ્પા મારો તો અનુભવ અનોખો રહ્યો આ વર્ષ નું સૌથી વધારે વેચાણ થયું છે ઓનલાઇનના માધ્યમ થી !" 

"શું કહો છો પપ્પા!??" 

અશોકભાઈ મલકાતા મલકાતા હિસાબ કરતા રહ્યા ને મનોમન વિચારવા લાગ્યા કે જો કોઈ વસ્તુનો સદુપયોગ કરીએ તો ફાયદો થાય જ..અને ઘણીવાર આ નવી પેઢીની વાત પણ માની લેવી સારી..!


Rate this content
Log in