વાંદરાભાઈની ટોપી
વાંદરાભાઈની ટોપી
એક હતા વાંદરાભાઈ. ખુબ મસ્તી કરે. આમ દોડે, તેમ દોડે. કૂદાકૂદ કરે. એક વખતની વાત છે. વાંદરાભાઈ રસ્તામાં એક ટોપી જોઈ અને ટોપી ઉઠાવી હાથમાં લઈને જોઈ રહ્યા.
કહે- 'અરે વાહ! સરસ ટોપી છે.'
એમણે તો માથે પહેરી દીધી. વાંદરાની ટોપી જોઈને બધા પ્રાણી એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એમને પણ આવી ટોપી પહેરવાની ઈચ્છા થઈ. સસલું, શિયાળ, ખિસકોલી બધા તેમની પાછળ પાછળ.
બધા કહે : 'વાંદરાભાઈ મને ટોપી પહેરવા આપો ને?
વાંદરાભાઈ ટોપી તો આપે નહિ અને... આપીશ હો, એમ કહી બધા જોડે કામ કરાવે. ટોપી પોતાની પાસે જ રાખે. સૂવે તો પણ ટોપી જોડે રાખીને સૂવે.
એક વખતની વાત છે, વાંદરાભાઈ સૂઈ ગયા હતા, બધા પ્રાણીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે વાંદરાને ટોપી આપતા નથી તેથી હવે આપણે સૌ તેમની ટોપી ઉચકી લેવાની. વાંદરા ભાઇ સૂતા હતા ત્યારે છાનામાના સસલા, શિયાળભાઈ, ખિસકોલીબેન, કૂતરાભાઈ બધા આવ્યા અને એમના માથા નીચે મુકેલ ટોપી કાઢવા માટે પ્રયત્ન કર્યો. પણ વાંદરો ચાલક હતો, તેમની ટોપી કોણ લઈ શકે? એ તરત જ જાગી ગયા. ને બધા ને પકડી પાડયા. બધા પ્રાણીઓ ખી..ખી..ખી દાંત કાઢવા લાગ્યા. બધા કહે;'અમે તો મજાક કરતા હતા!'
પછી તો વાંદરાએ બધા ને ટોપી પહેરવા આપી.
ખાધું પીધું ને મજા કરી.