વાદળ અને સૂરજ
વાદળ અને સૂરજ


આકાશમાં એક વખતે વાદળ અને સૂરજ બંને ઝઘડાવા લાગ્યા.
વાદળ કહે કે 'માણસો મારાથી જીવે છે' અને સૂરજ કહે કે 'માણસ મારાથી જીવે છે'
વાદળ અને સૂરજ બંને એવા ઝગડયા, પણ એ એક-બીજાની વાત માનેજ નહીં. વાદળ કહે 'હું વરસાદ ના વરસાવું તો માણસ કેવી રીતે જીવે ? ખેતરમાં વાવ્યું ઉગી ન શકે અને કશુંજ થાય નહીં માણસો ભૂખ્યો રહે અને મરી જાય.'
સૂરજ કહે, 'હું ગરમી ના આપું તો છોડ કેવી રીતે લીલોછમ બની રહે ? હું માણસને પ્રકાશ ના આપું તો કેવી રીતે દેખી શકે ?' આમ બંને એકબીજા ઉપર આક્ષેપો કરવા લાગ્યા અને બડાશો હાંકવા માડયા.
આકાશમાંતો તો ખૂબ મોટેથી અવાજ આવવા માંડ્યો. એટલામાં ત્યાંથી એક ઋષિ નીકળ્યા તે કહે; વાદળભાઇ સૂરજભાઈ કેમ લડાવો છો ?
વાદળ કહે' 'હું મોટો'
સુરજ કહે 'હું મોટો' અને વાદળ કહે 'હું મોટો'
એટલામાં ત્યાં ચાંદા મા આવ્યા અનેસમજાવવા લાગ્યા અને કહેવા માંડ્યા કે હજુ વાદળ તો લોકોને વરસાદ આપે છે તો વરસાદના કારણે ધરતી લીલીછમ રહે છે અને વરસાદથી તો માણસો જીવે છે એટલે તું પણ મહાન છે તને નકારી શકાય નહીં અને સૂરજદાદા પ્રકાશ આપે છે તેથી આ ગરમી અને પ્રકાશના કારણે લીલોતરી અને લીલુંછમ બની રહે છે અને એટલે જ માણસ જીવે છે તેથી તમે બંને સરખા છો. હું શીતળતા આપું છું, વૃક્ષો ફળો આપે છે, ધરતી માતા અનાજ ઉગાડે છે, એટલે એ પણ ક્યારે લડાતાં નથી એ પણ મહાન છે માટે તમે બંને લડવું ના જોઈએ આપણે બધાએ ભેગા થઈને હળી મળીને રહેવાનું અને માણસોને જીવતા રાખવાના. સમજ્યા ?'
વાદળ અને સૂરજ બંને સમજી ગયા. ખાધું પીધું ને મજા કરી.