કાગડાભાઈની લાઇબ્રેરી
કાગડાભાઈની લાઇબ્રેરી


એક હતા કાગડાભાઇ, એમને વાંચવાનો ખૂબ શોખ. શાળામાં જાય તો વારતા જ વારતા કરે. એમના શિક્ષક કહે; 'વાંચવાથી આપણું જ્ઞાન વધે આપણે હોંશિયાર બનીએ.'
કાગડાભાઈને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ પોતાની શાળામાંથી જુદા જુદા પુસ્તકો લે અને વાંચે. કાગડાભાઈ એ નક્કી કર્યું કે તે મોટા થઈને જંગલમાં એક મોટું પુસ્તકાલય ખુલશે.
પછી તો એમણે બધા પ્રાણીઓ જોડેથી ફાળો ઉઘરાવ્યો અને સરસ મજાનું જંગલમાં પુસ્તકાલય બનાવ્યું. પુસ્તકાલય બનાવવા માટે જુદા જુદા લાકડા લીધા એમાંથી છાપરુ બનાવ્યું, વાંસના જંગલમાંથી લાકડા લીધા અને સરસ મજાનો જંગલમાં પુસ્તકાલય બનાવ્યું પછી ઊંટભાઈ, સસલાભાઇ, કાબરબેન, કબૂતરભાઈ બધા સવારે વહેલા પુસ્તક વાંચવા આવે.
ખૂબ વાતો કરે પુસ્તકો વાંચે, ચર્ચા કરે. કાગડાભાઈની લાયબ્રેરી તો ખૂબ સુંદર બની ગઈ. જંગલના પ્રાણીઓએ કાગડાભાઈએ લાઇબ્રેરી બનાવી તેથી એમને ઇનામ આપ્યું કાગડાને તો ખુશ ખુશ થઈ ગયા.