બે બહાદુર ભાઈ
બે બહાદુર ભાઈ


એક સુંદર મજાનું ગામ હતું. તે ગામનું નામ રાધનપુર હતું જેમાં રામુકાકા રહેતા હતા, તેમના ઘર ખૂબ જ સુખ-શાંતિ વાળું હતું. તેમની પત્ની અને બે છોકરા પત્નીના નામ સીતાબેન, એમના બે છોકરા હતા એક છોકરો કનુ અને બીજો મનુ નામ હતું. બંને ભાઈ રોજ શાળામાં સાથે જાય. મનું પાંચમું ધોરણ ભણતો હતો, કનુ સાતમું ધોરણ ભણતો હતો, બંને ભણવામાં હોંશિયાર હતા. બંને ભાઈ શાળામાંથી ઘેર સાથે સાથે જાય.
રામુકાકા સવારે ખેતરમાં જાય સાંજે પાછા આવે આખો દિવસ ખેતરમાં કામ કરે, તેમની પત્ની પણ ઘરનું કામ કરે અને ચારે જણા સુખેથી જીવન જીવતા હતા.
એક દિવસની વાત છે એક દિવસ રામુકાકા તેમની પત્ની સીતાબેન અને તેમના બંને છોકરાઓ કનુ અને મનુ સાથે સાંજે ખાવા ખાઈ અને જ્યારે સુતા હતા ત્યારે ચોર આવ્યા. ઘરમાં આવે તે પહેલા બારી પાસે ઊભા રહીને જોયું તો ઘરમાં બધા સૂઈ ગયેલા હતા. તે ધીમે ધીમે ઘરમાં આવ્યા પછી તિજોરી પાસે ગયા અને તિજોરી ખોલવા લાગ્યા એટલામાં કનુ-મનુ જાગી ગયા અને પછી બૂમ પાડવા લાગ્યા. ગામના માણસો આવ્યા, ચોર પકડી પાડયા!
ચોરને પકડ્યા પછી પોલીસ બોલાવી, પોલીસે અને ગામવાળાઓએ ભેગા થઈને આ ચોરને પકડી લીધા અને કનું-મનું પોલીસે જાહેરમાં ઇનામ આપ્યું અને રામુકાકા ખુશ થઈ ગયા અને કનુ- મનુ પણ ખુશ થઈ ગયા પછી તો અને રામુકાકા એ અને એમની પત્ની ખાધું પીધું ને મજા કરી.