ચકીબેનનો મોબાઇલ
ચકીબેનનો મોબાઇલ
એક હતી ચકી. તે ભારે વિચિત્ર અને ફેશનેબલ.
ચકી કહે;'મારે મોબાઈલ જોઈએ' જંગલનાં પ્રાણીઓને ભેગા કર્યા અને કહે; 'મારે મોબાઈલ જોઈએ જ.
બધા પક્ષીઓ એ કહ્યું; 'બહેન તારે મોબાઈલ ના લેવાય મોબાઈલ આવશે તો આપણા બધાનું જીવન જોખમમાં આવી જશે.
ચકી કહે: 'ના મારે તો જોઈએ જ' અને ચકાને કહ્યું. ચકો,કાબર, કબૂતર બધા ભેગા થયા અને ચકી બેનને મનાવ્યા, પણ ચક્કી માને શાની ? એ તો મોબાઈલ લાવવાનુંજ કહે એના પપ્પાએ મોબાઈલ લાવી આપ્યો. પછી મોબાઈલ દેખતા એને આંખો ખરાબ થવા લાગી, ચશ્મા આવી ગયા પછી ચકી દેખાવા ન લાગ્યું, એને તો ડોક્ટર જોડે લઈ ગયા.
ડોક્ટરભાઈ કહે; 'મોબાઈલ જોવાનું બંધ કરો.
ચકી ને પછી સમજાયું કે હવે મોબાઈલ તો નજ લેવાય એણે ક્યારેય મોબાઈલ ન લીધો પોતાના પપ્પાને પાછો આપી દીધો અને જંગલમાં બધા પક્ષીઓને પણ તેણે કહ્યું કે 'હું ક્યારેય મોબાઈલ લઈશ નહિં.' પછી તો ધીમે ધીમે ચકીબેને ગાજર ખાધાને આંખના નંબર પણ જતા રહ્યા ખાધું પીધું ને મજા કરી.