STORYMIRROR

Param Palanpuri

Children Stories

5.0  

Param Palanpuri

Children Stories

ગંદુ સસલું

ગંદુ સસલું

1 min
635


એક જંગલ હતું. જંગલમાં એક સસલું રહે અને સસલું ખૂબ ગંદુ. ક્યારેય કોઈની વાતમાં એ નહીં, એના વાળ ગંદા. એના પગ ગંદા. ખાય પછી પણ મોઢું ન ધુએ.

એક વખતની વાત છે. સસલાભાઈ ને પેટમાં ખૂબ દુખાવો આવ્યો. જંગલના પ્રાણીઓ ભેગા થયા. સસલું તો બૂમો કરતું હતું. તેમને ઊંચા કરીને લઈ ગયા દવાખાને.

ડોક્ટરે તપાસ કરી અને કહ્યું;'સસલાભાઈ કાલે શું ખાધું? તો સસલાભાઈ કહયું; 'મે તો ખીચડી અને કઢી જ ખાધી છે. બીજું કશું ખાધું નથી. ચાલો તમારા હાથ બતાવો તો? ઓહોહો હાથ કેટલા ગંદા છે. તમે ખાતી વખતે હાથ નથી ધોતા કે શું ? બધા એ કહ્યું હા. રોજ હાથ ધોવા પડશે. તમારા નખમાં એટલો બધો મેલ છે એટલે તમારે રોજ હાથ ધોઈને જ ખાવા બેસવું પડશે અને જંગલના બધા પ્રાણીઓ હવે કાલથી નિયમ કરો એ સાબુ મૂકીને સાબુથી હાથ ધોઈને જ જમીશું.

સસલો તો નિયમિત નાવા ધોવા માટે જમતાં પહેલાં હાથ ધૂએ. હવે તો એ સ્વસ્થ તંદુરસ્ત થઈ ગયો બધા તેની વાત માનવા લાગ્યા તેને જંગલના પ્રાણીઓએ ઈનામમાં બ્રશ આપ્યું. ખાધું પીધું ને મજા કરી.


Rate this content
Log in