Ashutosh Desai

Others

3  

Ashutosh Desai

Others

તારા શબ્દો જ કાફી છે મને જીવવા

તારા શબ્દો જ કાફી છે મને જીવવા

6 mins
7.5K


'તુલસી ક્યારે પાણી પાયુ, દેવલાંય પૂજાઈ ગ્યા, આ ચૂલે ઠીકરાં ચઢાયવાને અવે હાંબેલા લઈને મચી પડવું પડહે. તડકો ખીયલો છે,  નેપાપડના ગૂંદા પાડી દીધાનેય કેટલો વાર થઈ ગ્યો. અવે અમણાંની વણી લેવાને તો પાસા આ લોટના લૂવાય મારા હરમેખ જેવા થઈ જાહે.' મનોમન બધાં ઘરકામનો હિસાબ કરતા તૂળજાબાએ  કાતરીએથી પાપડ વણવાની ઢીંચ અને વેલણ ઉતાર્યા,  સાંબેલાને  તેલ પીવડાવતા તેમણે બૂમપાડી, 'અલી એ... શવલી, આ હૂપડાં કાયઢા કે નઈ ? હાહરીને પૂંજુ પાથરતા કેટલો વાર ? આ બધાં મણ-મણના પાપડ કોણ તારો બાપ વણવાનો ?' તૂળજાબાનો ગુસ્સો હમણાં મે મહિનાના તાપ કરતાંય વધુ તપી રહ્યો હતો. 'એ આવી બા...!' પાપડ સૂકવવા માટે પાછલા બારણે ઘાસ પાથરી રહેલી શવલીએ બૂમ પાડી. 'અલી જલ્દી મર ને આંય, તારો હણીજો પેલો હરમેખ  આવી  રેહે પછી એ હાંબેલા નહીં ટીપ્પા દે,' ઘડીયાળનો કાંટો અને ખેતરેથી હરમેખના આવી રહેવાનો ડર આ બંને હમણાં  તૂળજાબાને  પજવી રહ્યા હતાં.

સાંઈઠ ઘરના એ નાનકડા ગામડાની એકમાત્ર વડીલ એટલે તૂળજાબા. જોકે ઉંમર કંઈ વડીલ કહી શકાય એવી નહીં પણ તૂળજાની સમજ તેને ગામની તૂળજાબાનો દરજ્જો અપાવતી હતી.  પરણી કે'દિ  અને વિધવા  કયે દિ થઈ એ પણ હવે તો એમને ભૂલાઈ  ગયેલું.  પણ  વહેવારની સમજ અને સંજોગોની ઝીંક ઝીલીને તૂળજાબા એવા ટેવાઈ ગયેલા કે સામાજીક વ્યવહારની સમજ  અને  જીભપરગાળનું  ઘરેણું એ તૂળજાબાની ઓળખ થઈ ગયેલી. સ્વભાવે અત્યંત લાગણીશીલ પણ બોલવામાં એટલાંજ  તીખા. ગામના  સરપંચને  પણ  મોઢામોઢ ગાળ દેતા કે ખીજવાઈ જતાં તૂળજાબા ગભરાઈ નહીં. જોકે દરેક માટે પાછી લાગણી પણ એટલી જ. નાનાથી લઈને મોટેરાં સુધીના ગામના બધાંને એમનો ધાક લાગે ખરો પણ સાથે તેમના તૂળજાબા માટે બધાને માયા પણ એટલી જ. બસ એક માણસનું નામ આવે અને તૂળજાબા ઢીલાં પડી જાય, અને તે નામ એટલે હરમેખ.  તૂળજાબા ઘણીવાર કહેતાં, 'ઉં મૂઈ રંડાઈ ગઈ પણ આ હરમેખ મારો હહરો થઈને શોંટ્યો સે મારી વાંહે!' છતાં પાછા હરમેખના  નામના  બલોયાં લેતાં પણ થાકે નહીં. 'આ શવલીને વાંહે મોટર બાંધી આલવી પડહે, એમ લાગે સે, હાહરીને એક કામ કરતાં  એક કલાક  થાય...! હું  મૂઈ અહીં હાંડલા ઉતારી નાખું તેંઈય એનું એક કામ નંઈ થીયુ હોય!' ગુસ્સામાંને ગુસ્સામાં તૂળજાબાએ જાતે જ સાંબેલુ હાથમાં લીધું અને ઊભા થઈને પાપડનો લોટ છૂંદવા માંડ્યા. 'અલી એશવલી આ હું આંઈ મરવા પડું તે પહેલાં  કૂટાવાની છો કે નંઈ ?' તૂળજાબાએ ફરી બૂમ પાડી પણ શવલીનો  વળતો  જવાબ નહીં આવ્યો એટલે તેમણે સાંબેલુ આડૂ મૂકી દીધું  ને  એક ઢીંચ પર તેલ ચોપડી પાપડ વણવા માંડ્યા.

વીસ વર્ષ, વીસ વર્ષ થયાં તૂળજાબા બાપનું ઘર છોડી હરમેખના મોટા ભાઈ નરભેરામને પરણીને આ ગામમાં અને ઘરમાં આવ્યા હતાં.  અઢારવર્ષની કાચી ઉંમરે જ્યારે તૂળજા, નરભાની વહુ થઈને આવી હતી ત્યારે ગામલોકોના મોઢે બસ એક જ વાક્ય હતું, નરભેરામતો રાતના  અંધારામાંય ચળકે તેવી વહુ લઈ આવ્યો! 'નરભા તારી બાયડી તો ભાઈ ફક્કડ દેખાવડી...!' નરભેરામના બધાં મિત્રો તેને પાનો  ચઢાવતાં અને નરભેરામ મનોમન હરખાયા કરતો. અઢાર વર્ષની નાની ઉંમરે પણ તૂળજા એટલી કેળવાયેલી હતી કે આવતાંવેંત તેણે  આખુંય ઘરસંભાળી લીધેલું, મા વગરના બંને દીકરાની સાથે-સાથે તેણે આખુંય ઘર એ રીતે સંભાળી લીધેલું જાણે વર્ષોથી તે અહીં જ, આ ઘરમાં જ રહીને મોટી થઈહોય. પણ તૂળજા અને નરભેરામના સંસારની જાણે ઉપરવાળાને પણ અદેખાઈ આવી હોય તેમ લગ્નના ત્રીજા જ વર્ષે એકાંતરીયો તાવ નરભેરામને ભરખી ગયો. રૂપ રૂપનો  અંબારતૂળજા હજી તો યુવાનીના ઉંબરે પગ માંડે તે પહેલાં જ વિધવા  થઈ ગઈ. સંસાર શરૂ થવા પહેલાં જ નંદવાઈ ગયો.  તે સમયે તૂળજાને માથે તો  જાણે આભ તૂટી પડ્યુ હતું. ગામ આખાને  નરભાના મૃત્યુનું જેટલું દુઃખ હતું એથીય વધુ દયા તો તૂળજાની હાલત  જોઈને આવી રહી હતી. છાતી કૂટી કૂટીને અડધી થઈ ગયેલી તૂળજાએ જેટલું બને એટલું જલ્દીસંજોગો સામે લડી લેવાની અને  આંખમાં આવેલા  આંસૂઓને પી જવાની આદત પાડી લેવાની હતી. ચાર દિવસની રોક્કળ પછી તૂળજાને ફરી કામેવળગી જવું પડે તેમ હતું.  દીકરીનો બાપ જ્યારે તેના સાસરે ખરખરો કરવા આવ્યો ત્યારે કહ્યું પણ ખરું, 'ચાર દિવસ હાટૂંય પીયરમાં રેવા આવી જા દીકરા, તને  હારું  લાગહે!'  દીકરીનું દુઃખ હળવુ કરવા બાપે કહ્યું તો ખરું પણ તેને ખબર નહોતી કે તેણે દીકરીને નહીં પણ ગમે તેવા સંજોગો સામે સામી  છાતીએ ઊભી રહી જવાવાળી વાઘણને જન્મ આપ્યો હતો. આંખમાં આવેલાઆંસૂને જાકારો આપતા તૂળજાએ કહી દીધેલું, 'ખેતરે પાક ઊભો  છે બાપૂ, હું નંઈ આવી હકુ! નરભો તો હાલીનીકળ્યો,  પણ એણે  મહેનતથી ઉધેરેલા પાકને એળે જવા દઉં તો મારો મહાદેવ રૂઠે, હવે  પાક તો લણી લેવો પડહે ને?'  કહેતાં તૂળજા ઊભી થઈ ગયેલીઅને  બાપને રાતનું વાળુ કરાવી રવાના કરી દીધેલા. બસ તે દિવસથી તૂળજા, વહુ મટીને તૂળજાબા બની ગઈ. ઉંમર ભલે નામની  પાછળ  લાગેલા'બા'ના ઉપરાણાને શોભે તેવી નહોતી પરંતુ, જવાબદારી પ્રત્યેની સમજ અને કામને કારણે તૂળજા હવે ગામલોકો માટે તૂળજાબા બની ગઈ હતી. તેને માટે હવે પોતાનું ઘર એટલે માત્ર તેનું આ ઊંચી  ડેલીવાળુ ખોરડુ જ નહોતું, ગામ આખાને તેણે પોતાનું ઘર બનાવી લીધેલું. ગામ લોકો માટે પાપડ-અથાણાં કરવાના, ગાયોની સુવાવડ કરાવવાની, ખેતરે વાવણી કરવા બિયારણ લાવવાનાને મજૂરો સાથે માથાપચ્ચી કરવાથી લઈને ગામમાં કોઈનાપણ લગ્ન કે  મરણ પ્રસંગે વહેવાર સાચવવાનો હવાલો જાણે તૂળજાબાએ સંભાળી  લીધેલો.નરભેરામનું મૃત્યુ થયુ  ત્યારે હરમેખને તો હજી મૂછનો  દોરો  ફૂટ્યો હતો. આમ જુઓ તો હરમેખની અને તૂળજાની ઉંમરમાં ઝાઝો ફર્ક  નહીં પણ, માથે આવી પડેલી જવાબદારીને  કારણે તૂળજા તેની ઉંમર  કરતાં વહેલી અને વધુ મોટી થઈ ગયેલી. તૂળજાબાને હરમેખ પ્રત્યે  અજબનો પ્રેમ, ગુસ્સો આવે ત્યારે ગામ આખાને માથે લે પણ હરમેખ સામે તૂળજાનો એક અવાજ ના નીકળે.  એટલું જ  નહીં  ગામમા પણ કોઈને હરમેખ માટે એક શબ્દ બોલવા નહીં દે. પરણીને  આવી ત્યારે જે લોકો ચારમોઢે તૂળજાના વખાણ કરતાં થાકતાં નહોતાં તે જ લોકો હવે વાતો કરવા માંડ્યા હતાં કે, આવતાંવેંત વરને ભરખી ગઈ હવે દીયર હારે લીલાલહેર કરે છે.' પણ તૂળજાને તો જાણે એ  બધી વાતોથી કોઈ ફરક જ નહોતો પડતો. એને માટે તો એ ભલીને એનું કામ ભલું. પણ લોકના મોઢે તાળા મારવા કોણ જાય.  રોજ નવી  નવી વાતો તૂળજા માટે થતી રહેતી અને રોજ લોકો હરમેખને ઝીણી નજરે જોતા રહેતાં.

પણ તૂળજાને  મોઢે કોઈ કહે  નહીં અને તૂળજાના મનની વાત  કોઈ  જાણે નહીં. એવામાં ગામના એક વડીલે લાગ જોઈને એક દિવસ તૂળજાને કહ્યું હતું, 'તૂળજા, આ ગામલોક બધું ગમે તેવી વાતો કરેછે તે મારાથી સંભળાતુ નથી. હરમેખની પણ હવે ઉંમર થઈ, તારા દીયરને  તારે પરણાવવો છે કે નહીં?' 'પરણાવવો છે કે કાકા,પણ કોઈ હારી છોરી મળવી જુવે ને !' તૂળજાએ કહ્યું હતું. અને તે દિવસથી તૂળજાએ હરમેખ માટે વહુની શોધ ચલાવેલ. હોંશે હોંશે જેટલી છોકરીની વાતો આવે તે બધીની તપાસ તૂળજા જાતે જ કરે ને જાતે જ છોકરીઓ જોવા પણ નીકળી પડતી. તેવામાં બાજૂના  ગામના જશવંત પટેલની વચલી દીકરીની વાત આવી ત્યારે તો તૂળજા જાતે જ જશવંતભાઈ હારે વાત કરવાય પહોંચી ગયેલી, ભેગા ભેગી છોકરીને પણ જોઈ આવેલી અને તે તૂળજાને ગમી પણ ગઈ હતી. પણ ઘરે આવીને જ્યારે તેણે હરમેખને કહ્યું ત્યારે હરમેખે કહી દીધેલું, 'તારું મોઢું જોયે જિંદગીનીકળી જાય છે ને, ભાભી ! પછી મારે હુંકામને પરણવુ પડે? મારે લગન નંઈ કરવા !' હરમેખના મોઢે આવી વાત  સાંભળી તૂળજા જાણે પાણી-પાણી થઈ ગયેલી. સ્ત્રીસહજ શરમ અને યુવાનીના ઉંબરે ઉભેલી વિધવાને જ્યારે પહેલીવાર કોઈકના  મોઢે  આવુ વાક્ય સાંભળવા મળ્યુ ત્યારે ફરીએકવાર તેને જિંદગી જીવવા  જેવી લાગવા માંડેલી. તેને થઈ આવેલું કે આટલા  એક વાક્યને સહારે  તો તે આખુંય આયખું જીવી નાખશે.

પાપડનો પહેલો લૂઓ ઢીંચ પર વણવા લીધો ત્યારથી જ તૂળજાબાના મનમાં આ બધી જૂની યાદો પણ વણાવા લાગી હતી. 'આજે વાળુ કરતીવેળા આ લસણનો પાપડ થાળીમાં જોહે ને હરમેખ તો હરખાઈ જ જવાનો ! પણ આ શવલી મને પરવારવા દેહે ત્યારે ને, હજી તોમારા હરમેખને હાટું રાબ બનાવવાનીય બાકી છે કે આ શવલી કુણ જાણે ક્યાંય કુડાણી છે ! શવલી... ઓ શવલી... આંય કેટલુંય કામ પડ્યુ છે ને તને એકપૂંજુ પાથરતા આટલીવાર...?' કહેતાં તૂળજાબા ઉતાવળે પાછલા બારણે ગયા. ઘાસના પૂળા પર આડી  પડેલી શવલી સફાળી ઊભી થવા ગઈ પણ ત્યાં તો શવલીના સાડલાની આડશમાં આડા પડેલા યુવાન પર તૂળજાબાની નજર પડી અને જાણે તેમના માથે આભ તૂટી પડ્યું. ઊંચી ડેલીના એ ખોરડાં  સામે પડેલી લાશ જોઈ લોક બધું વાતો કરી રહ્યું હતું કે, પાપડ સૂકવવાતૂળજાબા કાતરીએ ચઢ્યા હતાં, ત્યાંથી પગ લપસ્યો અને...!


Rate this content
Log in