સમાચારનું મથાળું
સમાચારનું મથાળું
1 min
15K
વહેલી સવારે લોકો કામે જતા હોય તેમ જગો પણ આજે કામ પર નીકળી પડ્યો. થોડું ઘણું વાંચતા શીખેલા જગાની નજર આજના પેપરના મથાળા પર પડી "બાળ મજુરીના કાયદાને ગંભીરતાથી લેવામાં આવશે" આ મથાળું વાંચીને એ આઠ નવ વર્ષનો જગો હસી પડે છે અને સાયકલનું પેન્ડલ મારી નીકળી પડે છે લોકોને આ સમાચાર વેચવા.
