STORYMIRROR

Girish Solanki

Others

3.5  

Girish Solanki

Others

રજા

રજા

1 min
14.9K


ટ્યુશન અને શાળામાં શિક્ષિકા તરીકે ડબલ શિફ્ટ કરતી મીરાંએ ઝડપથી પોતાના પર્સમાંથી કાંડા ઘડિયાળ કાઢ્યું અને એટલી જ ઉતાવળથી પગમાં ચપ્પલ નાખ્યા અને પોતાના ફ્લેટની બહાર આવી. લીફ્ટનું બટન દબાવે એ પહેલાં જ એને સામેની મસ્જિદથી અઝાન સંભળાઈ અને એને યાદ આવ્યું કે અરે આજે તો ઈદ છે. એટલે ટ્યુશન અને શાળામાં રજા છે અને આજે તો કામે નથી જવાનું. એ વાતને લઈને તેનું મન આનંદથી ઝૂમી ઉઠ્યું "મીરા તારા સસરા ઉઠી ગયા છે એમના માટે નાહવાનુ પાણી મૂક્યું કે નહિ?" અંદરથી એના સાસુની બૂમ સંભળાઈ.

"એ હા મેડમ અત્યારે જ મુકું.." મીરાથી અનાયાસે બોલી પડાયું. અને પોતાની ઈચ્છાઓને પર્સમાં ધકેલી દઈ ફરીથી ઘરમાં પ્રવેશ કર્યો.


Rate this content
Log in