Girish Solanki

Others

2  

Girish Solanki

Others

પ્રશ્ન

પ્રશ્ન

1 min
7.0K


મારી પાંચ વર્ષની દીકરી ક્રિષ્ના મને ગળે વળગી પડી. "મારી વહાલી મમ્મી" એમ કહીને મને બચીઓ ભરવા લાગી "મારી ઢીંગલું ક્યાં ગઈ તી?" "મામાના ઘરે વેકેશન કરવા.." એ માસુમ ખુશ થતા બોલી. "તો હવે તમારા પપ્પાના ઘરમાં તમારું સ્વાગત છે મેં એને ખભે બેસાડતા કહ્યું."

"મમ્મી આ મારા પપ્પાનુ ઘર પેલું મારા મામાનું ઘર તો મારુ ઘર કયું?" અચાનક પાછળથી ક્રિષ્નાનો પ્રશ્ન મારી પીઠ પર અથડાયો અને હું ત્યાં જ થંભી ગઈ અને મને પ્રશ્ન થયો કે સાચ્ચે જ આ પ્રશ્નનો જવાબ જગતની કોઈ સ્ત્રી પાસે હશે?


Rate this content
Log in