STORYMIRROR

Girish Solanki

Others

3  

Girish Solanki

Others

બ્લ્યુ કલરના કપડાં

બ્લ્યુ કલરના કપડાં

2 mins
29.3K


મેટરનિટી વૉર્ડની પાસે પોતાના મમ્મીની બહાર આવવાની રાહ જોતી આઠ નવ વર્ષની રિયા
પોતાના પપ્પા,દાદી અને અન્ય કુટુંબીજનો સાથે બેસીને ઢીંગલા ઢીંગલી સાથે રમતી હતી.
પપ્પા મારા ઢીંગલા ઢીંગલી માટે કયા કલરના કપડાં લઉ? ઢીંગલી માટે પિન્ક અને ઢીંગલા
માટે બ્લ્યુ એમ રિયાના પપ્પાએ જવાબ આપ્યો અને દાદી ઇરીટેડ થતા રિયાને ચૂપ રહેવાનો
ઈશારો કરીને ફરીથી મેટરનિટી વોર્ડ તરફ એકીટશે જોવા લાગ્યા અને ત્યારે જ નર્સ બાળકને
લઈને બહાર આવી. "છોકરી છે કે છોકરો?"
દાદીએ પૂછી જ નાખ્યું "અરે બ્લ્યુ કપડાંમાં હોય
એટલે છોકરો જ હોયને " રિયા વચમાં બોલી.
દાદી ખુશ થતા એ બાળકને હાથમાં લઈને "મારા
ઘરનો કૂળ દિપક આવી ગયો, અમારો લાડકવાયો પધાર્યો, દેવનો દીધેલનું સ્વાગત છે. વર્ષોથી
તારી જ રાહ જોતા હતા ભાઈ અને તારી મા એ તો અમને બહુ વાટ જોવડાવી અને અમને તો
ડર જ પેસી ગયો હતો કે આ વખતે શું આવશે? ચાલો સારું થયું.હવે ભણી ગણીને મોટો સાહેબ
થજે ને મારા કુટુંબનું નામ રોશન કરજે મારા બચ્ચા અને એમ બોલતા બોલતા દાદી એ
બાળકને બચીઓ ભરવા લાગી "બેન એ દીકરો નથી પણ દીકરી છે" નર્સ બોલી અને એણે
ઉમેર્યું કે માફ કરજો પિન્ક કપડાં પુરા થઇ ગયા હતા તો અમે એને બ્લ્યુ કપડા પહેરાવ્યા. દાદી
જેમ તેમ બાળકને સાચવી શકી. અને રિયાના પાપાએ દોડીને બાળકને સાચવી લીધું .આ જુઓ
મારી નાનકડી બેન બ્લ્યુ કપડામાં પણ કેવી સુંદર લાગે છે .એમ કહીને રિયા એ બાળકીને
બચીઓ ભરવા લાગી. અને દાદી મનોમન વધુ એક બાળકી આવી એનો શોક મનાવવા લાગી.


Rate this content
Log in