STORYMIRROR

Girish Solanki

Others

2  

Girish Solanki

Others

સાલી ચોર

સાલી ચોર

1 min
2.9K


"સાલી ચોર, હરામઝાદી, છોડ કહું છું છોડ એ પાવનું પડીકું છોડ, અરે છોડતી પણ નથી? કમજાત".. અને એ દુકાન વાળા ભાઈ એ ચિથરેહાલ બાઈને તમાચો છોડી દીધો. "બોલ ચોરી કેમ કરી તે? સાલી ખાવાની તો કોઈ ચોરી કરતું હશે?" એ ભાઈએ એ બાઈનું બાવડું ઝાલીને કહ્યું,"બોલ ક્યાંથી આવી છે? લાવ દે પાછું આ પાવનું પડીકું.. કોણ છે તું? અહીંયા શું કરતી તી?  તારા પર મારી ક્યારની નજર હતી.. બોલ કોણ છે તું? અરે બોલ? બોલતી કેમ નથી, બોલ કોણ છે તું?" એ ભાઈએ ચિલ્લાઈને કહ્યું. "હું એક મા છું.." એ બાઈ આંખમાં આંસુ સાથે બોલીને પડીકું એ રસ્તામાં નાખીને ત્યાંથી નીકળી ગઈ.


Rate this content
Log in