ભૂખ
ભૂખ
1 min
14.9K
મરવાના વાંકે જીવતી એ ડોશી લાકડીના ટેકે ટેકે લંચના સમયે મારા ક્લીનીકની બારી પાસે આવીને ઉભી રહી. પેશન્ટની વાતો સાંભળતા સાંભળતા જ મે ટિફિન બોક્સમાંથી બે રોટલી કાઢીને તેની સામે ધરી "બેન રોટલો નઈ પણ હંમેશ માટે આ રાંડ ભૂખ મટી જાય એવી કોઈ દવા આપોને.." અને મારા હાથ માં જ રોટલીઓ થીજી ગઈ.
