Manu V Thakor

Others

3  

Manu V Thakor

Others

રણસફર......

રણસફર......

2 mins
6.8K


કચ્છના નાના રણને કાંઠે વસેલું અમારા વઢીયાર પંથકનું છેવાડાનું ગામ એટલે કોડધા.(તા-સમી જિ-પાટણ-ઉત્તર ગુજરાત ) મારા ગામ(ભદ્રાડા)થી વીસ કિ.મી દૂર થાય. અહીંથી અડીને આગળ કચ્છનું નાનું રણ આવી જાય.

રણની શરૂઆતમાં જ થોડે આગળ કોડધા પરિસરીય પ્રવાસન કેન્દ્ર, વનવિભાગ - પાટણ( ઇકો - ટુરીઝમ સેન્ટર) આવેલ છે. સમગ્ર વિશ્વમાં દુર્લભ ને માત્ર અહીં જ (કચ્છના નાના - મોટા રણમાં) જોવા મળતા એવા "ઘુડખર" (જંગલી ગધેડા) નું અભ્યારણ્ય છે. ઘુડખર પોતાની દોડની ગતિ માટે જાણીતું છે. લુપ્ત થઈ રહેલ આ વન્યજીવ તરફ એક નજર કરી તેને બચાવવા યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યું છે.

કચ્છના રણોત્સવની જેમ સરકાર અહીં પણ "રણદર્શન" કાર્યક્રમ વિકસાવી રહ્યું છે.જે પચ્ચીસ ડિસેમ્બર થી છવ્વીસ જાન્યુઆરી સુધી ચાલશે. અહીં પણ જો યોગ્ય રીતે વિકાસ થાય તો ચોક્કસથી આ સ્થળ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને રણની રંગત માણવા સહેલાણીઓ પણ દૂર દૂરથી ઊમટી આવશે. ત્રણ - ચાર વર્ષ પહેલાં જ બોલીવૂડ સ્ટાર "અમિતાભ બચ્ચન - બીગ બી" પણ "ખુશ્બુ ગુજરાત કી" એડ અંતર્ગત શૂટિંગ માટે આ રણની મુલાકાતે આવ્યા હતા.

અહીં પક્ષીદર્શન કરવાનો એક લ્હાવો છે. વાડીલાલ ડેમ પર વિદેશી યાયાવર પક્ષીઓનો મેળાવડો જામે છે. આધુનિક શૈલીના ભૂંગામાં રણ મધ્યે રાત્રિ રોકાણનો અનુભવ પણ રોમાંચિત કરી દે એવો છે.

સવાર-સાંજ ઉગતા ને ઢળતા સૂરજની અદાઓને કેમેરામાં કેપ્ચર કરવા સનસેટ પોઇન્ટ પણ છે. અહીં પેઈન્ટેડ સ્ટાર્ક, ફ્લેમીંગો, બતક, હંસ, પેલિકન, ઘુવડ, ચીબરી ને કેટલીય જાતિના વિવિધ વિદેશી પક્ષીઓ પણ અહીં જોવા મળે છે 

ઘુડખર માટે વિશ્વભરમાં જાણીતું આ અભયારણ્ય અન્ય સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ સરિસૃપો, ઉભયજીવ, મત્સ્ય અને અપૃષ્ઠવંશી જીવોનું પણ નિવાસસ્થાન છે. અહીં વિશિષ્ટ વનસ્પતિઓ પણ મળી આવે છે. કચ્છના નાના રણની મુલાકાત સમયે તમને ઘુડખર ઉપરાંત ચિંકારા (ઇંડિયન ગેઝેલ), કાળીયાર (બ્લેક બક), નીલગાય (બ્લુ બુલ), જંગલી ડુક્કર, વરૂ, શિયાળ, જંગલી બિલાડી, ઝરખ, જબાદી બિલાડી, કિડીખાઉ (પેંગોલીન), કલગીવાળી શાહુડી, જર્બિલ જેવા અસંખ્ય પ્રાણીઓ અહીંના પ્રાકૃતિક વાતાવરણમાં નિહાળવા મળે છે.

ટૂંક સમયમાં અહીં ઊંટસવારી, ઘોડેસવારી, નૌકા વિહાર, 

જેવા વિવિધ આકર્ષણ ઊભા કરવાનું આયોજન થઈ રહ્યું છે વિવિધ શાળા-કોલેજોમાંથી અહીં અવારનવાર વિદ્યાર્થીઓના પ્રકૃતિ શિક્ષણ માટે શિબિર યોજાય છે અને સ્વરુચિ ભોજન અને રાત્રિ રોકાણની સાથે રણસફારીની મજા લૂંટે છે. આધુનિકતાની આડમાં અકળાઈ ઉઠેલ માનવીને અહીં બેધડી શાંતિનો અહેસાસ મળે છે. સૂમસામ થઈ બેઠી છે. અહીં યુગોની તરસ..

સફર... ને સુવિધાસભર ? તો મજા શું...? 

રણસફરમાં તો અલગારી.... રખડપટ્ટી ને રઝળપટીની મજા હોય...


Rate this content
Log in