Bhavesh Gundaniya

Others Inspirational

3  

Bhavesh Gundaniya

Others Inspirational

રાજા-રાણી (ભાગ-5)

રાજા-રાણી (ભાગ-5)

4 mins
7.6K


હાથમાં બડોને માથે શૂરાતન અને પગમાં જોર, પગ હેઠે ઢેફા ભાંગતો પવન હારે વાતુ કરતી દોડ લગાવતો રાજા જાણે બારવટિયાને છાજે એવો શુરો લાગતો હતો ને દોડતો કુદતો એ તળાવ નજીક પહોચ્યો એમ મદદ માટે ની પોકાર અને ચીખો વધુ ને વધુ તિવ્રતા થી સંભળાવા લાગી.

સાવજની પકડમાંથી છુટવા તરફડતા હરણની જેમ વલખા મારતી અબળા રાણી તો હવે સાવ હિમ્મત હારીને ઢીલી પડી ગઇ હતી. એવામાં મારગ બાજુથી કોઇ નરબંકાને હવામાં લાકડી વિંઝતો તળાવ તરફ આવતો જોને બંને લંપટ તાગ પામી ગયા ને શિકાર પડતો મુકી ભાગવા સીવાય કોઇ ચારો ન હોવાથી રાણીના ઉઘાડા ડીલને ખુન્નસથી પકડીને પાણીમાં પટકીને પોતે પણ પાણીમાં ગરક થ અંધારાનો લાભ લને ભાગી છુટ્યા અને સામેનું દ્રશ્ય જોઇ રાજાને પળભર માટે કંપારી છુટી ગ પણ તરત સ્ફુર્તિ કેળવીને હતુ એટલું જોર લગાવીને તળાવમાં કુદી પડ્યો.

એ પહેલા તો નરાધમોના ક્રુરતા પુર્વકના માર અને છેલ્લે પોતાને ફેંકી દેવાથી પટકાયેલી જખ્મી થયેલી રાણી તો સાવ અશક્ત અને બેશુધ્ધ થ હતી. તળાવમાં કુદેલો રાજા ઢળી પડેલી યૌવના ના ઉઘાડા દેહને ખચકાટ અને વિલંબ વગર ઉચકીને તળાવ બહાર સલામત જગ્યા પર લાવીને બેશુધ્ધ હાલતમાંજ ઘાસ પર સુવડાવી. કોઇ અબળાને નરાધમની હવસથી પોતે બચાવીને એની લાજ રાખી શક્યો એટલે રાજાને હાશકારો થયો ને ઠાકરધણીનો પાડ માન્યો.

રાણીને ઓળખી ગયેલા રાજાએ એના ઉઘાડા તનને ઢાંકવા પોતાનું કેડીયુ ઉતારીને હજી તો રાણીને ઓઢાળવાજ જતો હતો ત્યાં જરાક ભાનમાં આવેલી રાણીને સહેજ કળ વળતા સામે ઉઘાડી છાતીવાળા એક જુવાનને પોતાની ખુલ્લી કાયા તરફ નમતો જોઇ ને ફફડી ઉઠી. ચહેરો પણ સ્પષ્ટ જોઇ ન શકાય એવા અંધારામાં રાણીને હજુ કાં ગતાગમ નહોતી અને રાજા કંઈ બોલે એ પહેલાજ લાજ બચાવાની છેલ્લી તક સમજીને રણચંડી બનેલી રાણીએ બાજુમાં પડેલી રાજાની લાકડી હાથમાં લને દાઝ અને બળથી રાજાના માથામાં ફટકારી. સાવ અચાનક જ માથામાં લાગેલા ફટકાથી તમ્મર ચડી ગયેલો રાજા ત્યાંજ ઘુમરી ખાને ઢળી પડ્યો.

પોતાની લાજ અને જીવ બચાવી લીધો હોવાનું માનીને બેબાકડી બની ગયેલી રાણી જેમતેમ શરીર ઉપર કંઇક ઢાંકીને ગામ તરફ દોડવા લાગી. ગામમાં પહોંચતા હતપ્રભ થ ગયેલી રાણીને ગામની કોઇ સ્ત્રી એ તરત પોતાના ઘરમાં લને પહેલા તો એને ઢંગના કપડા પહેરાવ્યા અને ચોધાર રડતી અને હીબકે ચડેલી રાણીને છાની રાખી પાણી પાયુ અને કોક જુવાનને રાણીના માવતરને બોલાવવા મોકલીને રાણીને નીરાંતે બેસાડીને સઘળી હકિકત પૂછી.

જોતજોતામાં ગામમાં બધે વાત ફેલાઈ ગ. હવે તો રાણીના માવતર અને ગામના સરપંચ સહીત લગભગ બધાજ હાજર થઇ ગયા હતા. જેમતેમ કરી થોડીક સ્વસ્થતા કેડવી રાણી એ વાત માંડીને કહ્યુ કે બે યુવાનોના ચંગુલમાંથી માંડ બચી એવામાં અન્ય એક યુવાન લાજ લુટવા આવતા પોતે એને મારીને માંડ આબરૂ બચાવીને ભાગી આવી. પોતાના ગામની દીકરી પર ક્યા નરાધમે મેલી નજર નાખી હશે એમ વિચારીને ગુસ્સે થયેલા સરપંચ સહીત ગામલોકોનું ટોળુ તળાવ તરફ રવાના થયું.

ત્યાં પહોચીને જોયું, તો લોહીલુહાણ હાલતમાં કણસતો રાજા. આ તો આપણો રાજા અને ભગત માણા, છી.. આ જુવાને ગામનું નામ બોળ્યું? ભગતના નામની આબરૂ કાઢી? આવી કમત સૂઝ્યું પેલા માવતર અને ગામની આબરૂ આડીનો આવી? કાળમુખાને કાળોતરો કેમ ના ડંખી ગયો?

ફીટકાર અને ગુસ્સામાં આવેશમાં આવી લોકો રાજા કંઇ બોલે એ પહેલા એના પર જાણે તુટી પડ્યા. રાજા કરગરતો રહ્યો ને ગામલોકો એને ઢોરમાર મારી ને અધમરો મેલીને જતા રહ્યા. વાત રાજાના માવતર પાસે પહોંચતા એ તરત રાજાને ખેતરે લ ગયા ને પાટાપીંડી કરી. પણ માથાની ઇજા અને ઉપરથી ગામલોકોના ઢોરમારથી રાજા કંઈ બોલી શકે એવી હાલતમાં જ ન હતો.

બીજે દિવસે સવારે સરપંચે ગામ ભેગું કરી રાજાને એના પરિવાર સહીત ગામ છોડવાનું ફરમાન કર્યુ અને પંચને રાજાના ખેતરે મોકલ્યું.

રાજા તો કાંઇ બોલી શકે એવી હાલતમાં નહોતો એટલે પંચે રાજાના માવતરને કડક શબ્દોમાંના બોલવાના વેણ બોલી ગામ છોડવા આદેશ આપ્યોને રાજાના માવતરનું માથું શરમથી ઝુકી ગયુ. પાઘડી પંચના પગે મુકીને રાજાના પિતા એ દિકરાના કૃત્યની માફી માંગી પણ કોઇએ કંઈ સાંભળ્યુ નહી. આ બધુ લાચાર રાજા પોતાની આંખે જોને સુન્ન થઇ ગયો. જે કોને કાળમાંથી બચાવા ગયો એને આળ આભડી ગયું. પોતાની સાથે માવતરની આબરૂ હણાઇ ગઈ જાણે આભ ફાટી પડ્યું. ધરતી મારગ દે તો સમાય જાય એવુ દુઃખ અને પિતાની પાઘડી ઉતરવીની પિડા!

કેવાય છે ને, “સોરઠનો શુરો હંધુય સહન કરી લે, કારમા દુકાળ હોય કે ધૃજાવી નાખતો ભુચાલ હોય કે હાવજ દિપડાની ત્રાડુ હોય પણ પોતાના ઉપર આવેલુ ખોટું આળ નો ઝીરવાય. અંદરથી જ ભાંગી ચુકેલા રાજાને હવે ખૂબજ લાગી આવ્યુંતું. પોતાની આબરૂ હામે આંગણી ચિંધાણી હતી અને ઉપરથી પોતાને ઢોરમાર પડતા અવાજ ગુમાવી ચુકેલ સુરીલા કંઠનો ધણી રાજા તો જાણે આ ભારને ઉંચકી શકે એમ નહોતો. જીવથી પણ આબરૂ વધારે વહાલી હતી એ રાજા પોચા પગે તળાવ બાજુ રવાના થયો.

થોડી વાર પછી વાતાવરણની નિરવ શાંતિને ભંગ કરતો પાણીમાંથી એક જોરદાર ભુસકાનો અવાજ આવ્યો! અને તળાવમાંથી પાણીની છોળો ઉડી અને આસપાસના ઝાડમાંથી પંખીડાઓ ઓ ચિંચીયારી કરતા ઉડી ગયા...!

સમાપ્ત:


Rate this content
Log in