Bhavesh Gundaniya

Others

3  

Bhavesh Gundaniya

Others

રાજા-રાણી (ભાગ-2)

રાજા-રાણી (ભાગ-2)

1 min
7.4K


"રાણી" નામને યથાર્થ કરતી રુપસુંદરી. સમગ્ર પંથકના યુવા હૈયામાં રાજ કરતી યૌવના. નામ સાંભળતા જ યુવાનો કિશોરો અને પુરુષોના માનસપટ પર છવાયેલી એક કામણગારી કન્યા.

દેહ લાલીત્યને છલકાવતું જોબન, કાચી માટીના ઘડા જેવી કાયામાં ઘુઘવાતો એક રૂપનો દરિયો. રાતના અંધારામાં પણ ચમકતો ચાંદી જેવો રંગ!

ભરાવદાર ઘાટીલા અંગોના લપસણા વણાંકો, ગામઠી પોષાકમાં ઢંકાયેલું ઉછળતું યૌવન, નમણી છાતીનાં ઉભારોને કેદ કરતી ચોલીની સરકણી ગાંઠમાં અનેક યુવા દિલોના ઓરતાને જાણે બાંધીને રાખેલા. પણ કહેવાય છે કે સુંદરતાને પચાવી અને ઝીરવી ન શકાય તો ઘમંડ પણ આવી જાય. બસ એના રૂપને પણ ટક્કર આપે એવો એનો ઘમંડ...!

એના આવા ઘમંડથીજ છાસવારે અનેક યુવાનોને અપમાનિત કરતી, માત્ર સામું જોવાના મુદ્દે પણ કંઈક કેટલાય યુવકોને ઉતારી પાડતી. કોઇને પણ મચક ન આપતી રાણી. બસ પોતાના કાલ્પનિક રાજકુમારના સપનામાં રાચતી..

ચંચળ અલ્લડ અને બિન્દાસ્ત રાણી પોતાના ગામની શાળામાં ભણતર પૂરું કરી માબાપ ને ખેતી અને ઘરકામમાં મદદ કરતી, બપોરે ભાથુ લઈને ગામથી નજીકના ખેતરે જાય અને સાંજે ગામમાં પાછી ફરવાનો નિત્યક્રમ..

ક્રમશ:

 

 


Rate this content
Log in