Bhavesh Gundaniya

Others

3  

Bhavesh Gundaniya

Others

રાજા-રાણી (ભાગ-4)

રાજા-રાણી (ભાગ-4)

3 mins
7.4K


આથમેલી સાંજ, મંદ મંદ વાયરો ને શાંત વાતાવરણમાં ખેતરુના શેઢે ગાડા મારગ પર મનોમન હરખાતા બંને યુવકો અને મસ્તાની રાણી ગામ તરફ ચાલતા થયા.

બિન્દાસ્ત રાણી પોતાની મસ્તીમાં ધુન બંને યુવકોથી અંતર જાળવ્યા વગર ચાલ્યે જતી હતી, અને બંને યુવાનો પણ રાણીની લગોલગ વાતો કરતા ચાલતા જતા હતા, રાણી પણ પોતાની આગવી અને ચંચળ અદામાં અલકમલકની વાતો કરવામાં મશગુલ હતી.

મારગમાં એકલ દોકલ કોઇ ખેડુ કે બીજા ગાડા લને નિકળતા બાકી કો આવરો જાવરો નહી. આમ તો ગામથી ખેતર એકલી જ આવવા જવા ટેવાયેલી રાણી પણ આજે રોજના સમય કરતા મોડું અને એકદમ અંધારૂં થઈ જવાથી મનમાં જરાક ફડક હતી એટલે એ પણ બીકના લીધે બંને જુવાનીયાવથી અળગી નહોતી પડતી અને બીક કળાય ન જાય એટલે ગમ્મત અને મજાક મસ્તી અને વાતો કરતી રહેતી.

લગોલગ ચાલવામાં અનાયાસે જ યુવકોને રાણીનો સ્પર્શ થઇ જતો, રાણીના કોમળ કાયાના સ્પર્શ માત્રથી યુવા હૈયામાં જાણે તીવ્ર કરંટ લાગતો.

હવસ હવે વધુ ને વધુ હાવી થતી હોવાથી બંને ભુખ્યા વરૂઓ સલામત સ્થળ અને તકની ફીરાકમાં હતા. એવામાં મારગથી અંદરની બાજુ થોડાક અંતર પર એક તળાવ જેવુ આવતા યુવાને હાથમોઢું ધોવાના બહાને ત્યાં જવાની ઇચ્છા કરી.

ઘનઘોર અંધારુ ને સુમસાન મારગ પર એકલું ઊભું રહેવાની બીકે રાણીએ પણ સાથે જ તળાવે જવાનું નક્કી કર્યુ.

જુવાનીયાવને તળાવમાં ટાઢા થતા જોઇને રાણીને પણ હાથપગ બોળવાનું મન થયુ. ને એ પોતાની પછેડી કમ્મરમાં ખોસીને કમરડુબ પાણીમાં પાળે બેસી પાણીમાં પગ બોળીને હાથ મોઢું ધોવા લાગી.

કામણગારી કાયાને પલળતી જોને બાજુમાંજ પાણીમાં ઉતરેલા યુવાનમાંથી એકે રાણીને પાણીની છાલક ઉડાડીને રાણી પણ ભાન ભુલીને મસ્તીમાં આવી ગ. બીજા યુવકે તકનો લાભ લઇને રાણીને પાણીમાં ખેચી.

હવે તો રાણીનું ભીંજાતુ જોબન અને મસ્તીમાં નીતરતું યૌવન જોને બંને યુવાનો કાબુ બહાર હતા, નાદાન રાણી પણ બંનેની નજરમાંથી ટપકતી વાસનાથી અંજાન હતી ને પોતાના તુંડ મિજાજ અને આકરા વલણથી ખાસ કો મિત્રના બન્યા હોવાથી નિર્દોષભાવે રાણી તો અચાનક મળેલી આ ગમ્મતની પળોમાં મન મૂકીને મસ્તી કરવા લાગી, હવે હાથમાં આવેલા કોળિયાથી ભુખ ભાંગવા બંને યુવકો એ રાણી સાથે અડપલા કરવાના ચાલુ કરી દીધા. થોડીવાર તો રાણી પણ કશું સમજી ન શકી પણ એવામાં એક યુવાને રાણીને પાછળથી બથમાં ભરી લીધી, ડઘાય ગયેલી રાણી એ બળ કર્યુ પણ કોમળ અને મુલાયમ કાયાને જુવાનની પકડમાંથી છોડાવી ન શકી અને બીજો જુવાન પણ રાણીની કાયા સાથે મન ભરીને અડપલા કરવા લાગ્યો ને રાણીના બદનને ચુમવા લાગ્યો.

તરફડતી રાણી હવે બધુ પામી ગઈ હતી કે એની સાથે શું થવા જ રહ્યુ છે. હવે તો બંને યુવાનોની ચંગુલમાં ફસાયેલી રાણી પોતાના વસ્ત્રો એક પછી એક શરીરથી અળગા થતા જોને બુમાબુમ કરવા લાગી. એમજ રાણીના ધીમે ધીમે ઉઘાડા થતા દેહ સાથે બંને નરાધમો વધુ ને વધુ વિકૃતીથી તુટી પડતા હતા. પોતાના ચુંથાતા દેહ અને લાજ બચાવવા રાણી પણ જોરશોરથી બુમો પાડવા લાગતા ગભરા ગયેલા કામાંધ રાક્ષસો એ હવે રાણીના મોઢે ડુમો દઇને ખુન્નશ ઉતારતા નમણી કાયાને પામવાની બદલે પીટવાનું ચાલુ કરી દીધું. જેમ જેમ રાણી ચિલ્લાતી એમ એમ ક્રુરતાથી ઢોર માર પડવા લાગ્યો.

રાણીની દર્દભરેલી ચીખો તળાવથી સહેજ નજીવા અંતરે આવેલા ખેતરમાં માલ ઢોરને ગમાણે બાંધતા પોતાની મસ્તીમાં મગન ભજન લલકારતા રાજાના કાન સુધી પહોચી. કોઇ અબળાની મદદ માટેની પોકારો સાંભળીને ઝાયલો રે તો એ અસ્સલ કાઠીયાવાળી મરદ નો કેવા'ય. ને એમાંય આ તો "રાજા" ભાંગ્યાનો ભેરુને ભગત માણા. ઢોર પડતા મેલીને હાથમા આય્વો બડો લને અવાજની દિશામાં ધુળની ડમરીયુ ઉડાડતી દોટ મૂકી.

ક્રમશ:

#રાજા_રાણી


Rate this content
Log in