રાજા-રાણી (ભાગ-3)
રાજા-રાણી (ભાગ-3)
તો, આવા હતા અલગારી મસ્ત "રાજા" અને સ્વરુપવાન અને બિંદાસ્ત રૂપની "રાણી." બંને પોતપોતાની અલગ અલગ અને એકબીજાથી વિરુધ્ધ જિંદગી એક જ નાનકડા ગામમાં જીવતા.
રાજા અને રાણીનું ખેતર ગામની બહાર અને એકબીજાથી નજીવા અંતરે આવેલુ.
થયું એવું કે કપાસ માટે જાણીતા એવા આ ગામમાં એકવાર કપાસની ખરીદી માટે આવેલા બે યુવાન ખેતર ખુંદતા ખુંદતા રાણીના ખેતરે આવી ચડ્યા. અને એજ સમયે માવતર માટે ભાથુ લઈને રાણી પણ ખેતરે આવેલી.
કાઠીયાવાડનું ગામડુ ગામ એટલે આગંતૂકોની સરભરામાં કોઇ કચાશ રહે નહી! એજ ગતાગમમાં ખેડુ એ પોતાની દીકરીને મહેમાન માટે પાણી લાવવાનું કહી વડ હેઠે છાંયે ખાટલો ઢાળ્યો ને રાણી પાણી લઈને આવી.
રાણીને જોઈને જુવાનીયાવ એના રૂપથીજ અંજાઈ ગયા અને પાણીની સાથે સામે ઉભેલા જોબનના દરીયાને પણ આંખોથી પીવા લાગ્યા.
પોતાની મસ્તીમાં ધુની રાણી ચા મુકવા ચુલો પેટાવા લાગી, અને યુવાનો પણ રાણીને જોવામાં મગ્ન થઈ ગયા. નજર સામે રાણીની કામણગારી કાયા ગામઠી પરીધાનમાં રાણીની એક ગાંઠમાં બંધાયેલી ખુલ્લી પીઠ તો જાણે સંગેમરમરને પણ શરમાવે એવી ને ગોઠણ સુધી તણાયેલા ઘાઘરામાં દેખાતા એના સુંવાળા પગ અને કમનીય કમરના જીવલેણ વણાંકો ને તંગ ચોલીમાંથી ઉભરાતા યૌવનને જોઈ આગંતૂકોના મનમાં વાસનાનો કીડો ખદબદવા લાગ્યો.
ચા પાણી પીને ખેતરમાં કપાસનો મોલ જોઇને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. ખેડુએ પણ યોગ્ય ભાવતાલ નક્કી કરી સોદો પાક્કો કર્યો.
દિ’ આથમતા જુવાનીયાવે નીકળવાની રજા લીધી ને રાણીને પણ ગામમાં ઘરે જવાનું ટાણુ થયું. તકનો લાભ લેવા યુવાને રાણી તરફ ઇશારો કરી ખેડુને કહ્યું કે અમારે પણ ગામમાં જવું છે તો મારગ ન ભટકીએ અને સથવારો પણ થાય.
એમ યુવાનો અને રાણી ગામ ભણી જવા સાથે નીકળ્યા.
ક્રમશ:
