STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

મૌન પ્રેમ

મૌન પ્રેમ

1 min
156

મારા વાલા પિતા,       

પપ્પા આજે હું તમને પત્ર લખી રહી છું ત્યારે આજે મને તમારી વધુ યાદ આવે છે, જેમ ઘડિયાળનો સેકન્ડ કાંટો જેટલી ઝડપથી ફરે છે, એટલી જ ઝડપથી મને તમારી પાસે આવવું છે,પણ, આ જોજનો દૂરનું અંતર કાપવું પણ અઘરું છે. પપ્પા, આમ તો આખી શબ્દાવલીના એક એક પાનું ઉથલાવી જોઉં તો પણ તમારા આ બલિદાન અને પ્રેમ માટે એક શબ્દ પણ ન મળે અને કોઈ શબ્દોથી કદાચ હું વર્ણવવાની કોશિશ કરું તો પણ એ નિરર્થક છે. પપ્પા, તમે અમારી મોજશોખ, અમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે ક્યારેય રાત કે દિવસ જોયાં નથી, સતત અમારા માટે વિચાર કર્યા, અમારા માટે તમે દરેક જરૂરિયાતની વસ્તુઓનું ધ્યાન રાખ્યું પોતે બે ત્રણ જોડી કપડાંથી અનેક પ્રસંગો પૂરા કર્યા ! પણ, અમને કહેતા કે... મારી પાસે તો ઘણાં બધાં કપડાંની જોડી છે.. પણ અમારા માટે અઢળક વસ્તુઓની ખરીદી કરતાં. તમારી એક શિખામણ આજે પણ મને યાદ છે પપ્પા, કે.....કોઈપણ વ્યક્તિ આપણી સાથે ગમે એટલો ખરાબ વ્યવહાર કરે પણ આપણે એની સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરવું, નહિતર... આપણાંમાં અને એમનામાં ફર્ક શું ?.. "પપ્પા" મને તમારી દરેક શિખામણ યાદ છે. આજ સુધી દરેક જણે "મા"ની મહાનતા વિશે ઘણું બધું લખ્યું પણ, પિતાનું ઋણ,બલિદાન, મૌન પ્રેમ હૃદયનાં કોક ખૂણે ખામોશ રહ્યો, "પપ્પા ! તમે જ મારા રીયલ હીરો છો", પપ્પા, તમારું અને મમ્મીનું ધ્યાન રાખજો.                                 

 બસ,તમારી લાડલી ઢીંગલી


સામગ્રીને રેટ આપો
લોગિન