STORYMIRROR

'Sagar' Ramolia

Children Stories Inspirational

4  

'Sagar' Ramolia

Children Stories Inspirational

મા ! મારે ઊડવું છે ! ભાગ-૧૮

મા ! મારે ઊડવું છે ! ભાગ-૧૮

2 mins
757

કાલુ તો માનતો હતો કે મુશ્કેલીઓથી દૂર ભાગવું જોઈએ નહિ. મુશ્કેલીઓનો સામનો કરવાથી આપણામાં શક્તિનો સ્રોત ઉત્પન્ન થઈ જશે. એ સ્રોત જ આપણને આગળ વધારશે. આવું વિચારતો-વિચારતો અભ્યાસમાં આગળ વધતો જાય છે અને એક દિવસ ફરી તે મા પાસે આવે છે. પોતાની ઉડાનને વ્યકત કરવા માટે તે થનગનતો રહે છે.

તે રાત્રે કાલુ મા પાસે બેસી જાય છે. ઉત્સાહથી બી. સી ફોર્બસની વાત કહેવા માંડે છે. તે કહે છે, ‘‘મા! પૈસો કંઈ ઉદ્યોગ-ધંધાથી જ મળે છે એવું નથી! કોઈપણ કામ કરીએ, પૈસો તો મળે જ છે, માત્ર કામ કરવાની દાનત હોવી જોઈએ. ખરાબ રસ્તે મળેલો પૈસો પાપની કમાઈ છે, સારા રસ્તે મેળવેલો પૈસો મહેનતની કમાઈ છે. તેમાં સુખ મળે છે. તો સાંભળ મા! બી. સી. ફોર્બસને ઉદ્યોગ સ્થાપીને પૈસો કમાવાના બદલે મેગેઝીન શરૂ કરવાની ઈચ્છા થઈ અને તેણે બિઝનેસ અંગેનું ‘ફોર્બસ’ મેગેઝીન ચાલુ કર્યું. દુનિયાભરમાં તેની નામના ફેલાઈ ગઈ અને આ મેગેઝીન થકી ફોર્બસ ધનાઢય બની ગયા.

આ ઉપરાંત વ્યાપારજગતને લગતાં ઘણાં પુસ્તકો પણ લખ્યાં. લેખનકળાથી પણ માણસ પૈસો કમાઈ શકે છે અને બીજાને કમાવી પણ શકે છે. ફોર્બસનો આ રસ્તો અનેકનું જીવન પણ સુધારી ગયો. ફોર્બસનું કહેવું છે કે, દરેકે ભણવું તો જોઈએ જ. પછી નવું નવું શીખવાની તૈયારી રાખવી જોઈએ. જે નવું નવું શીખ્યે રાખે છે, એની કેળવણી જ સાર્થક થઈ ગણાય છે. કયારેક નિષ્ફળતા મળે અને દુનિયા ભલેને નિષ્ફળ માને, આપણે સાચા દિલથી મહેનત કરી હોય તો આપણે સફળ જ છીએ. બિઝનેસ અને વાહન બંને સમાન ગણાય છે. બંનેને ચલાવો તો જ આગળ વધે છે. નિષ્ફળતાથી ડગવું જોઈએ નહિ, નિષ્ફળતા જ સફળતાની દવા છે. જે વ્યક્તિ કામમાં મશગૂલ રહે છે, એને નસીબનો વિચાર કરવાની જરૂર પડતી નથી. જે કામ કરે છે એનું નસીબ કાયમના માટે સારું જ હોય છે. કામ કરે છે એને કામ મળી જ રહે છે અને જેને ભીખ માગવી છે એને કદી’ કામ મળવાનું જ નથી. જેનું મન કામ કરવા તૈયાર ન હોય, તેનાથી કામ દૂર ભાગે છે. જે મહેનતને પ્રેમ કરે છે, કામ તેની પાસે દોડતું આવે છે.’’

(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન