જે માં બાપનો નહિ તે કોઈનો નહિ
જે માં બાપનો નહિ તે કોઈનો નહિ
એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે બહુ અમીર પરિવાર હતો. તેનો એકનો એક દીકરો હતો. તેને ભણાવી ને મોટો કર્યો તે બહુ હોંશિયાર અને ચતુર હતો. તેણે ભણીને ડિગ્રી મેળવી લીધી પછી નોકરી પણ ગોતી લીધી. તેને ભણાવવામાં તેના માતા-પિતા બધા પૈસા ખર્ચ કરી નાખ્યાં હવે તેમની પાસે કાઈ નો'તું વધ્યું.
હવે તે શું કરે ? તેમને તેના છોકરાને ભણાવીને મોટો માણસ બનાવો તો તેમણે ગામમાં જઈને બીજા પાસેથી લઈ આવ્યા. તેેનો છોકરો વિદેશ નોકરી કરવા ગયો. પહેલા તો તેનો ફોન પણ આવતો. હવેે તો ઘણા દિવસો થઈ ગયા. પણ હજી તેનો કોઈ ફોન નથી આવ્યો.
એક દિવસ તેનો ફોન આવ્યો. તેણેે કહ્યું હવે હું ક્યારેય પાછો નહિ આવું. માં એ પૂછ્યું કેમ ? દીકરાએ કહ્યું, મેં લગ્ન કરી લીધાં છે. હું નહિ આવું એ સાંભળતા જ માં ને ચકકર આવી ગયા.
આ સદમા માં થોડાક દિવસોમાં જ તેનાા પિતાનું મૃત્યુ થઈ ગયું. તેે છોકરો તેના પિતા મરી ગયા તો પણ તે ના આવ્યો પછી તેની માં એકલી રહેતી હતી. તેને થયું કે હું મારા દીકરાને અહી બોલાવી લવું. તે મને તેેેની સાથે લઈ જશે તેનાથી કાંઈ પણ કામ થતું નહોતું.
પણ તેના દીકરા એ ના પાડી દીધી. તેની માં પણ હવે મરવા ઉપર હતી. તે પણ તેના દીકરાને યાદ કરતી કરતી મરી ગઈ.
હવે જે છોકરો તેના માતા પિતાનો ના થયો તે બીજા કોનો થાય.
શીખ:- હંમેશા માતા પિતાની સેવા કરવી જોઈએ. અને તેમને એકલાં ના છોડવા જોઈએ. જેમણે તમને ભણાવ્યા અને એટલા મોટા કર્યા કે તમે વિદેશ જઈને વિદેશમાં પણ તેમનું નામ રોશન કરો. માં બાપ ને સાચવવા જોઈએ. તેમને જરૂર હોય ત્યારે તેમની પાસે જ રહેવું જોઈએ.
માં બાપ ને ભૂલશો નહીં.
