STORYMIRROR

Gusai Jinal

Children Stories Comedy Others

3  

Gusai Jinal

Children Stories Comedy Others

ઈશ્વરનાં રૂપ

ઈશ્વરનાં રૂપ

1 min
303

બાદશાહે એક વખત બીરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈનું અસ્તિત્વ નથી તો આટલા બધા દેવી દેવતાઓનો શું અર્થ છે ?

બીરબલે દીવાને ખાસ ના પહેરા પર ઊભેલ એક સંતરી ને બોલાવીને તેની પાઘડી તરફ ઈશારો કરતા બાદશાહને પૂછ્યું કે તે શું છે ? અકબરે હસતા જવાબ આપ્યો, પાઘડી !

બીરબલે સંતરીને પાઘડીને ખોલવા માટે કહ્યું... તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દીધી. બીરબલે તેને કમરમાં બાંધવા કહ્યું, સંતરીએ એવું કર્યું. પછી બીરબલે ફરીથી બાદશાહને પૂૂછ્યું કે આ શું છે ? અકબરે કહ્યું, કમરબંધ

પછી બિરબલ એ પોતાની પાઘડી પોતાના ખભા પર મૂકવા કહ્યું અને અકબરને પૂછ્યું આ શું છે ? અકબરે કહ્યું ,ખેસ.

બીરબલે તે વસ્ત્ર ને હાથમાં લઈને પૂછ્યું-પણ હકીકતમાં આ છે શું ? અકબરે પણ પૂછ્યું શુ છે ? બીરબલે કહ્યું, કપડું.

 ત્યારે બીરબલે કહ્યું-આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવના ને અનુસાર અલગ અલગ રૂપે દેખાય છે.

આ ઉદાહરણ ને લીધે અકબરની નજરમાં બિરબલનું માં વધારે વધી ગયું.


Rate this content
Log in