ઘરડા ગાડા વાળે
ઘરડા ગાડા વાળે
એક જ્ઞાનપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામ ખૂબ જ સુંદર હતું. તેમાં બધા યુવાનો ખૂબ જ ભણેલા હતા. અને વૃદ્ધો પણ વ્યવહાર કુશળ હતા.
એક વખતની વાત છે. ગામમાં એવું બન્યુંં કે એક યુવાનની જાન નીકળવાની હતી. તે યુવાન પરણવા જવાનો હતો. તેમા યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને ન લઈ જવા. જાનમાં માત્ર યુવાનો જ જાય.
બધા યુવાનો જાણ લઈ અને નીકળી પડ્યા. તે જાન લઈ અને ત્યાં પહોંચી ગયા. એક વૃદ્ધ સંતાઈ ને ચાલ્યા ગયા.
યુવાનોને જોઈ કન્યા પક્ષને મજાક સુજી તેમણે એક શરત મૂકી. તેમણે યુવાનોને એક પ્રશ્ન પૂછ્યો ? તેમણે કહ્યું કે તમે આ પ્રશ્નનો જવાબ આપો તોજ અમે કન્યા પધરાવીએ. યુવાનોએ પૂછ્યું શું? કન્યા પક્ષવાળાઓએ કહ્યું કે તમે અમારા ગામનું તળાવ આખું ઘી થી ભરી આપો તો અમે કન્યા પધરાવીએ. યુવાનો તો મૂંઝવણમાં પડી ગયા ચિંતા થઈ તેમને. તેમના મોઢા પર ઉદાસી થઈ ગઈ. તેમાં જે પેલા વૃદ્ધ સંતાઈનેે આવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને કહો કે તમે પહેલા આખા તળાવનું પાણી ખાલી કરી આપો. તમે તે પાણી ખાલી કરીને ક્યાં રાખશો ? તમે ખાલી કરો તમે ખાલી કરીને થાકી જશો પછી અમે મંડાશું.
કન્યા પક્ષવાળાઓએ કહ્યું કે તમારી સાથે જરૂર કોઈ વૃદ્ધધ સંતાઈને આવ્યા છે. કારણકે તમને આવું સૂઝે જ નહીં.
આપણે વૃદ્ધોને માન આપવું જોઈએ કારણકે દરેક કામમાં વૃદ્ધોની જરૂર પડે છેે વૃદ્ધો વગર કાંઈ થતું નથી.
એટલા માટે આપણે વૃદ્ધોને માન આપવું જોઈએ તેમનું અપમાન ક્યારેય ન કરવું.
એટલા માટે જ કહ્યું છેે ઘરડા ગાડા વાળે.
