અકબરના પાંચ સવાલ
અકબરના પાંચ સવાલ
એક દિવસ બાદશાહ અકબરે દરબારમાં હાજર પોતાના રત્નોને પાંચ સવાલ પૂછ્યા:-
ફૂલ કોનું સારું
દૂધ કોનું સારું
મીઠાસ કોની સારી
પત્તું કોનું સારું
રાજા કોનો સારો
બાદશાહના આ સવાલના જવાબમાં બધા લોકો પોતાના અલગ અલગ બે મત કહેવા લાગ્યા. કોઈએ ગુલાબનું ફૂલ સારુ કહ્યું તો કોઈએ કમળનું સારુ કહ્યું, કોઈએ બકરીનું દૂધ સારૂ કહ્યું તો કોઈએ ગાયનું, કોઈએ શેરડીની મીઠાશ સારી કહી તો કોઈએ મધની, કોઈએ કેળાના પતા ને સારુ કહ્યું તો કોઈએ લીમડાના, કોઈએ રાજા વિક્રમાદિત્ય ને સારો કહ્યો તો કોઈએ રાજા અકબરને.
બાદશાહ અકબર કોઈના પણ આ જવાબ થી સંતુષ્ટ ના થયા ક્યારે તેમણે બીરબલને જવાબ આપવા કહ્યું.
ફૂલ કપાસનું સારુ હોય છે કારણકે તેનાથી જ આખી દુનિયામાં પડદો છે.
દૂધ માતાનું સારુ હોય છે કારણ કે તેને પીનેજ બાળપણમાં આપણે પોષણ મળે છે.
મીઠાશ વાણીની સારી હોય છે કેમકે તે બોલનારની સાથે સાંભળનારના સંબંધ સારા બનાવે છે.
પત્તું પાન નું સારું હોય છે કારણ કે તે ભેટ કરવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે.
રાજામાં દેવરાજ ઈન્દ્ર સૌથી સારા છે કેમકે તેની આજ્ઞાથી જ મેઘ વરસે છે. અને માત્ર મનુષ્ય જ નહિ દુનિયાના દરેક જીવનું પોષણ થાય છે.
બીરબલના જવાબ સાંભળી અકબર રાજા ખૂબ ખુશ થયા. અને તેમણે બીરબલની બુદ્ધિની પ્રશંસાા કરી.
