બીરબલના બાળકો
બીરબલના બાળકો
એક દિવસ બાદશાહ અકબરને વિચાર આવ્યો કે, બીરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બીરબલનાં બાળકો કેટલા હોંશિયાર છે ? આ પ્રશ્ન નું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું.
એક દિવસ જ્યારે બીરબલ કોઈ કામ માટે બહાર ગામ ગયો હતો ત્યારે અકબરે બિરબલના ઘરે જઈને તપાસ કરવા નું નક્કી કર્યું.
અકબર બીરબલના ઘરે ગયો ત્યારેના ઘરના વરંડામાં રમી રહેલ બીરબલનો મોટો છોકરો અકબરને જોઇને બોલ્યો,"આ આવ્યો"
ત્યારે નાનો પુત્ર બોલ્યો, "પરંતુ તેને નથી" અનેેેે અંતે બિરબલની દિકરી બોલી" એ તો કોઇને હોય કોઇને ન હોય"
અકબર રાજા બીરબલના બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યા નહીં. અને તે ત્યાંથી જ રાજ દરબારમાં પાછા ફર્યા. અકબર આખી રાત બીરબલના બાળકોની વાત-ચીત પર વિચાર કરતો રહ્યો. તેને ઊંઘ ન આવી. બીજા દિવસે દરબારમાં દરબારીઓને આ ત્રણે વાક્યોનો અર્થ પૂછ્યું.
દરબારમાંથી કોઈપણ બીરબલના બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ ન જણાવી શક્યું. અંતે અકબરે બિરબલને પૂછ્યું ત્યારેેેેેેે બિરબલ બધુ સમજી ગયો.
બિરબલે અકબરને પૂછ્યું "તમે કોઈના ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો ?"
અકબરે કહ્યું, "હા બીરબલ, પરંતુુ તું મને આ ત્રણ વીચિત્ર વાક્યોના અર્થ સમજાવો. ત્યારે બિરબલ બોલ્યો, મહારાજ પ્રથમ વાક્ય "આ આવ્યો"નો અર્થ થાય કે..."આ ગધેડો આવ્યો" કારણકે મહારાજ તમે તે ઘરના સભ્યોને પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો. સાચું ને ?"
અકબરેે કહ્યું "હા બરાબર છે."
બિરબલ એ બીજું વાક્ય "પરંતુ તેને નથી"નો અર્થ કહ્યો કે..."પરંતુ તેને પૂછડુંં નથી"
અનેે ત્રીજુ વાક્ય એ તો કોઈને હોય કોઈનેે ન હોયનો અર્થ, "પૂૂછળુ કોઇને હોય તો કોઈને ન હોય"
બીરબલના જવાબ સાંભળીનેેેે અકબર રાજાને ખાત્રી થઈ ગઈ કે બીરબલના બાળકો પણ તેનાા જેવ જ ચતુર છે.
