Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

જાન્યુઆરી... पथिक !!

જાન્યુઆરી... पथिक !!

6 mins
663


જાન્યુઆરી ૧ ના રોજ પ્લેન ઉપડ્યું ને અમે ખુશ ખુશ થતા વાતે વળગ્યાં. એક તો ૧૨ કલાક નો સમય નો તફાવત પણ પહોંચ્યાં ત્યારે બધા સ્વસ્થ લાગ્યાં. તિલુબેન- શરદકુમાર વહેલા પહોંચી ગયેલા. મારા જેઠ-જેઠાણી અને અમે એક જ પ્લેનમાં હતા. પણ કનેક્ટીંગ ફ્લાઈટમાં છૂટા પડી ગયેલા. ટ્રેન પકડી ને ગયા પછી પાછા લાઇનમાં ભેગા થઈ જાત, પણ બીજા ટરમીનલમાં જતા રહેલા છેવટે રાહ જોઈને અમે હોટલે પહોંચ્યા ત્યારે મોટાઈ-ભાભી તો અમારા પહેલા પહોંચી જ ગયેલા...હા હા હા !! આ બધી વાઇફાઇની રામાયણના લીધે નહીંતર કોલ કરીને મળી શકાય. સાંજે નક્કી કર્યું કે હવે બેજિંગ બાય નાઈટ પ્રાઇવેટ ટૂર વીથ લૂસી લીધી... રીવર પર ૩૬૦ ડીગ્રી વ્યું મસ્ટ વોચ...ઇન બોટ રાઈડ ... ઓહ માય ગોડ વોટ અ રાઈડ ...અમેઝીંગ વ્યુ !! ચાઇનામાં લેન્ટર્ન ને લાઇટ્સ નો બહુ મહિમા છે. આખી રાત ને દિવસ જાગતું શહેર ને ખૂબ બાઇક્સથી ભરેલું શહેર તે બેઇજિંગ... ગ્રામ વિસ્તાર તરફથી હાઇવે લઈને બીજે દિવસે અમે બધા 'ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના' જોવા નીકળ્યા. બસની ટુરમાં અમે નવા મુસાફરો ને પણ મળ્યા. તેઓ પણ દેશ-વિદેશથી આવેલા.

તું હૈં ફિર ભી મૈં બટ ગઈ...!!પ્રક્રૂતિની ગોદમાં ખોવાવું મને ખૂબ ગમ્યું. વખત થઈ ગયો રીક્ષામાં બેઠા અને ચાન્સ મળ્યો તો છકડામl બેઠા.... હા હા હા....શું મજા આવી ગઈ...અને તે પણ સીંગાપૂરમાં...ત્યાં થી એંકર

કરેલી બોટ પર અમને ઉતાર્યા ને અમે હોડકાં જેવી બોટમાં બેઠા... હાલકડોલક થાતી બોટમાં બેસવા જતાં જે અનુભવ થયો તે સાથે હોય તેજ જાણે છે... પણ યાદ આવે છે ને હસવું આવે છે

ને ત્યાંથી ઉતરતા વખતે જે મજા થયેલી તે અવર્ણનીય છે. કેમ કે બધા ઢોળાઈ પડ્યાં હતા... બિચારા બટુકડા ચીના... !! કે જેમણે અમને હાથ આપી ઉતારેલા... !! રીવરમાં ઘણી બધી બોટ હતી તેથી પાણી ના વહેણોમાં ખૂબ વમળો ને મોજા ઉછળતાં હતા ને બોટ પર અથડાતા હતા ને અમારા મોટાઇ-ભાભી પર વાંછટ બની ઉડતા હતા. ભાભી ખુશ હતા ચીસો પાડતા હતા ને અમે હસતા હસતા મીડલ ઓફ રીવરમાં પહોંચ્યાં કે જ્યાં પાણીમાં હાથ નાખો ને માછલીને અડો તેટલી બધી માછલીઓ હતી. બીજી બોટમાં બેઠેલા બ્રેડ ના ટૂકડા નાંખતા ને માછલીઓ વધુ ઉપર આવતી. બુધ્ધના મંદિરનો પાછલો ભાગ હતો. લીલોતરીથી ઘેરાયેલ વિસ્તારમાં ગુલાબી ફૂલોની વેલો ઉગેલી. બાજુબાજુમાં બનાના ટ્રી (કેળા ના ઝાડ) હતા. પપૈયા ને નાળિયેરી ના વૄક્ષો પણ હતા. દોઢ કલાકની બોટ રાઈડ પછી અમને બસ અમારી બોટ પર લઈ આવી.

મંદિરની કોતરણી અફલાતૂન હતી. બુધ્ધ ની મૂર્તિ ૪૦ ફૂટ થી પણ વધુ ઉંચી ને સોનાની હતી. ત્યાં લેન્ટર્ન ને ટાઇગરનો મહિમા ખૂબ મોટો છે તે ઉપરાંત ત્યાનું સિલ્ક ખૂબ જ સરસ હોય છે.

આપણાથી વધુ ધાર્મિક મલેશિયાના રહેવાસી લાગ્યા. કુઆલા લંપુરમાં બટુ કેવ માં કાર્તિકેય ભગવાનની ભવ્ય મૂર્તિ છે. સિંગાપોર કોસ્મોપોલિટન સીટી છે કે જે શોપીંગ માટે ખાસ વખણાય છે.

ત્યાં પબ્લિક અફેક્શન અલાઉડ નથી. સંયમતા જાળવતાં સ્ત્રી-પુરૂષો નાની-મોટી શોપ લઈને

કામમાં વ્યસ્ત જોવા મળે. ફેક્ટરી એરિયામાં તો દિવસે સૂમસામ રસ્તાઓ જોવા મળે. બીજે

દિવસે -૯ ટેમ્પરેચરમાં અમે વોલ ક્લાઇમ્બ કરી... માનવામાં નથી આવતું હજુ પણ એકબીજાના સહારે અને પ્રોત્સાહન ને આશ્વાસને શક્ય બન્યું ખરું !! ઊંચાણ માટે પગથિયાં એક બાજુને બીજી બાજુ ઢાળ ચડવાનો ને પછી ત્યાંથી કેબલ કાર ઉપર લઈ જાય...ને ત્યાંથી પાછું ચઢાણ શરૂ કરવાનું. કેમેરો-પાણી-ફૂડ સાથે બેકપેક્માં. હિમંતે મર્દા તો મદદે ખુદા..મનમાં વિશ્વાસ રાખી આગળ વધ્યા.

ઉપરનો નજારો અકલ્પનીય હતો....અવર્ણનીય હતો. શુધ્ધ હવા નો ઘૂંટ શ્વાસમાં જતા જ આનંદ આનંદ !! ઉપર બિલાડીઓ બેઠેલી દેખાઇ... ફ્લફી ને રૂંવાડાવાળી પ્રવાસીનું ધ્યાન ખેંચતી.

મોટી ટેરેસ સુધી પહોંચી જેને હજુ આગળ ચઢવું હોય ને વધું ચાલવું હોય તે આગળ વધી રહેલા. પણ તે પગથિયાં વધારે ઉંચા હતા ને નાનું બાકોરું હતું જેમાંથી બધા આગળ વધતાં દેખાયાં. અમેઝીંગ દ્રશ્ય નિહાળતાં ધીમે ધીમે અમે પાછા વળ્યા. સબવે માંથી કોફી લીધી. ને મેથીના થેપલાં...બધાં ભૂખ્યા થયેલા. સમથીંગ અચીવ કર્યાનો અનુભવ માણતા અમે બધા બોટ પર પહોંચ્યા.

આમ વિયેટનામ પહોંચી અમે ત્યાં જ્યારે પહોંચ્યાં અમારો ગાઈડ કે જે ભાંગ્યુ તૂંટ્યું અંગેજી બોલતો હતો, તેણે કીધું કે વોચ આઉટ ફોર થીફ ઓન બાઇક્સ તમારી વસ્તુ ઓનું ધ્યાન રાખજો.

શોપવાળાને રસ્તા પર વેચતા માણસોથી સાવધાન રહેજો ને ઓલ્વેઝ બારગેઈન વીથ ધેમ. નાળિયેર પાણી પીતાં અમે કોરિયામાં પણ ખુબ પોવર્ટી જોઈ.

હિરોશીમા પર જે જગ્યા પર બોમ્બ પડેલો ત્યાં અમે નાગાસાકિ એપી સેંટર ગયેલા. ઉપરથી ગિચોગીચ આજુબાજુ નાનામોટા ઘરો ને ઉપર ક્યાંક ક્યાંક રૂફટોપ કાર પાર્કિંગ બાકી બધા ઉપરને ઉંચાણવાળી જગ્યા પર રહેતા જોવા મળ્યા. ચાલતા જ હોય.. કેટલી બધી હાર્ડ્શીપ...કેટલું બધું થયેલું નુકસાન તેની વાત કરતા કરતા અમારી ગાઈડ સાથે હું પણ સેંટી થઈ ગયેલી. જાપાનથી આવેલી 'જમાઈકા' માં જન્મેલી "મોનીક" જ્યારે અમારી શીપ પર શોમાં સીંગ કરતી ને ડાન્સ કરતી ઓડિયન્સમાં પણ આવી તમને મળતી... આફરિન તેની સ્ટાઈલ પર તેના અવાજ પર --તેના કોન્ફીડન્સ પર !!

શીપ પર કામ કરતા લોકો ભેગા થઈને જ્યારે પર્ફોમ કર્યું રંગમંચ સાથે આખું થીયેટર નાચી ઉઠ્યું...ઝૂમી ઉઠયું ! પ્રોફેશનલ આર્ટીસ્ટથી કમ નહોતું કોઈ.બિંગો રમો કે બોલ ડાન્સ શીખો કે શફલ બોર્ડ રમો બસ અમને તો બધું જ કરવું હતું અમે કેમ નહીં ?

સૌથી ઉપરના માળ પર આવેલ હોટ ટબ ને પુલ પરથી બ્રેથ ટેકીંગ વ્યુ વોઝ સુપર્બ... !!

માઇલ્ડ બ્રીઝ વોઝ કુલીંગ ૮૦ ડીગ્રી. ઓલ કાઇન્ડ ઓફ ડીઝર્ટસ ને ડીનર વોઝ સર્વડ. એવરીબડી ડ્રેસ અપ થઈને અસાઈન્ડ ટેબલ પર નિયમિત સમયસર પહોંચતા.જૂની વાતો ને વાગોળતા ભાઈબહેન ના

સંવાદો સાંભળતા. પેસેન્જરો માટે ગુડબાય ટ્રીટ બલુન્સ ડ્રોપ કરીને ખૂબ મજા કરાવી. પ્રોફેશન્લ

ફોટોગ્રાફર ઓન બોર્ડ રોજ ફોટા લે અને વેચે.સ્પા ની મજા અનેરી ને મોંધી હતી. તે ઉપરાંત જ્વેલરી

શો, સુવેનિયર શોપ ને મેજીકલ શોઝ- વોટ મોર કેન યુ આસ્ક ! અન્ડર સ્ટાર વી સો "ઓવરબોર્ડ" ને"આઈ ફીલ પ્રીટી" હસી હસીને બેવડ થઈ ગયા.

આમ એક પછી એક પોર્ટ કવર કરતા બેઇજીન્ગ-વિયેટનામ-હોંગકોંગ-બેંગકોક-બૂસાન-નાગાસાકી જાપાન- સિંગાપોર છેલ્લે કુઆલા લંપૂર-મલેશિયા

પહોંચ્યાં. ત્યાંથી ફ્લાય થયા ટોકિયો ને ત્યાં ૩ કલાકનો સ્ટે હતો ને પછી ૧૧ કલાકે શિકાગો... હોમ

સ્વીટ હોમ પહોંચ્યાં સ્નો ગ્રાઉન્ડ કવર કરેલો પડેલો પણ ઉબર જીન્દાબાદ !! વી ઓલ મેઈડ ઈટ ઇન વન પીસ...ઇન્ક્લુડીંગ અવર લગેજ... !! હા,હા,હા. થેંક ગોડ.

મારો મમરો..

.. સાથે ખાખરા-ગ્રનોલા બાર્સ- કૂકીઝ/ક્રેકર્સ ના હોત તો એકલી બ્રેડ ને સલાડ ઉપર દિવસ કાઢવો પડત. તરસ ના લાગે માટે મોઢામાં ચીંગમ રાખવાની મનાઈ છે. પીપરમીંટ ચાલે ખરી. બુસાન સુધી ઠંડી હતી પણ પછી ૮૦ ડીગ્રીમાં ચઢાણ પર ચડવાનું હોય ત્યારે વેધર પ્રમાણે કપડા હોય તો સારું લાગે. વિયેટનામ માં મોર ધેન ૮ મિલિયન બાઇક્સ છે નો ટ્રાફિક રૂલ્સ ફોલોડ ધેર... તમે હાથ ઉંચા કરી ને રસ્તો ક્રોસ કરી શકો ને તેઓ ગમે ત્યાંથી સિફતથી નીકળી જાય. બીવેર ઓફ બાઇકર્સ ધે કેન સ્ટીલ એન્ડ રન અવે...તમારી વસ્તુ નું ધ્યાન તમારે જ રાખવાનું. સ્પેશિયલી તમારા પાસપોર્ટ આઇડી પૈસા વગેરેનું ખાસ. ત્યાં એરપોર્ટ સિક્યોરીટી વધુ કડક છે...બધા ફોર્મ ન હોય તો રોકી રાખે આગળ જવા ન દે. ટોપી ચશ્મા બેલ્ટ કઢાવે. પણ ફીંગર પ્રીંટ ઇઝ મસ્ટ. સ્ટ્રીટ ફેરિયા- ને લારીમાંથી વસ્તુ લો તો બારગેઇન કરવાનું. બેલ્ટ કે શેવીંગ ક્રીમ ના લઈ ગયા હોય ને શીપ પર થી શોપ કરો તો ઓલ્મોસ્ટ ૩૦ ગણો ભાવ આપો... !! હાથ સેનેટાઇઝરથી વોશ કરવા... બિમારીથી બચવા. પણ જો બિમાર પડ્યા તો ડોક્ટર ની મુલાકાત શીપમાં મળી રહે પણ બીલ ભારે મોટુ આવે. લગેજ એક એરપોર્ટથી બીજે એર પોર્ટ પર પહોંચે ત્યારે તપાસવો...તૂટી પણ જાય...ફેંકાફેંકી માં..!! બેગેજ ક્લેઇમ કરવા જાવ ને સર્પાઇઝ મળે તો નવાઈ નહીં. વાઈફાઈ ઇઝ મોસ્ટ એક્સપેન્સીવ ને બધા ને ઇંગલીશ ના પણ આવડે... આઈ વીશ "ટ્રાન્સલેટ એપ" બધા રાખતા હોય તો સરખાઈ રહે. ૭ કન્ટ્રીના પૈસા જુદા હોય ને તેઓ ડોલર્સ લે પણ એક્ચેંજ રેઈટ પ્રમાણે દેવા અથવા બેંકમાં કરાવી ને દેવા.


Rate this content
Log in