HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Others

4  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Others

એક મધુર યાદ 1 (જીવન કથા)

એક મધુર યાદ 1 (જીવન કથા)

2 mins
80


  જીવન, દરેક માણસનું જીવન એક નવલકથા સમાન હોય છે... અવનવા

સારા નરસા અનુભવો, પ્રસંગો અને યાદગીરીથી ભરપૂર હોય છે. તમારુ જીવન પણ આવા અનેક પ્રસંગોથી ભરપૂર હશે જ.

કલકત્તા શહેર, મારા બાળપણ, મારી યુવાવસ્થા અને હાલ મારી વૃદ્ધાવસ્થામાં થયેલા પદાર્પણ સુધીનું સાક્ષી છે.

નાનપણની, સમજું થયા બાદની આવતી યાદગીરીઓમાં સૌ પ્રથમ સ્થાન ધરાવે છે. ૧૮, આરમનીયન સ્ટ્રીટનું અમે જે રહેતાં હતાં એ મકાન ! હજુ અડીખમ ઊભું છે એ મકાન !

આ મકાનમાં જ મારો જન્મ થયો હતો. જયારે હું લગભગ ૧૭ વર્ષનો થયો ત્યારે, પરિવાર મોટો થવાથી અને આ જગ્યા નાની પડવાથી અમારે બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું. અને મારા સૌથી મોટા ભાઈ શ્રી ચીમનલાલ ઠાકોરદાસ રાયવડેરા તેમના પરિવાર સાથે ૧૮, આરમનીયન સ્ટ્રીટમાં રહેવા લાગ્યા.

મારા ૧૭ વર્ષોનો ત્યાંનો વસવાટ એટલે સારા નરસા અનેક અનુભવોનું એક ઉદગમસ્થાન...

મારુ બાળપણ અભાવો અને નાની મોટી અનેક ખુશીઓની વચ્ચે વીત્યું હતું. અમુક પ્રસંગો તો આજ સુધી સ્મૃતિમાં કંડારાયેલા છે.

વિચાર છે મારી આ યાદગીરીઓને લખાણમાં સાચવવાની. અમુક, ન લખવા જેવી બાબતોને બાદ કરીને ; લખવાનો વિચાર છે. માણસ જો બધું જ લખે તો, જુના ભુલાઈ ગયેલા, રૂઝાઈ ગયેલા ઘાવ ફરી તાજા થાય અને તેની ખરાબ અસર વર્તમાનમાં પણ પડે ! એટલે જરૂર પૂરતું જ લખીશ.

મારા પિતાનું નામ ઠાકોરદાસ ભગવાનજી રાયવડેરા.

જેટલું નામમાં વજન છે એનાથી પણ વધારે વજન એમના વ્યક્તિત્વમાં અને એમના કાર્યમાં હતું. સૌ તેમની સલાહ લેતા. ઈમાનદારી ને હિસાબે પૈસો તો નહીં પણ નામ અને ઈજ્જત બનેની કમાણી જરૂર કરી હતી !

તેમની કારકિર્દીની શરૂઆત કલકત્તાની તમાકુ પત્તાની બજારમાં થઈ હતી. 

આર્મનિયન સ્ટ્રીટ, રૂપચંદ રોય સ્ટ્રીટ અને તારાચંદ દત્ત સ્ટ્રીટ આ ત્રણેય ને મળીને લગભગ ૧૫૦ થી ૨૦૦ તમાકુ અને

બીડીપત્તાની દુકાનો, પેઢીઓ ત્યાં હતી. 

આ બજારની જાહોજહાલી હતી એ જમાનામાં. ત્યાંની દિવાળી જોવા લોકો ખાસ આવતા. આખી રાત લોકો ફટાકડા ફોડતા. ખાવા પીવાની અવનવી આઇટમો સૌ ખવડાવતા ! સાથે મળતું આઇસ ક્રીમ, ગુલાબનું શરબત કે પછી મલાઈદાર લસ્સી ! હુંબેશ કમાણી હતી એ સૌને ! મુંબઇનો મોહનલાલ એસ. મીઠાઈવાળાનો આઇસ હલવો સૌ મોકલતા. મઝા આવતી.ખૂબ સરળ અને સરસ હતા એ દિવસો !! રાહ જોતા દિવાળીના આ દિવસોની. નવા વર્ષને દિવસે સૌને પગે લાગવા જવાનું. સૌ હાથમાં પૈસા આપતા. 2 રૂપિયાની નોટથી જાણે સ્વર્ગ મળી જવાની ખુશી આનંદ મળતો.

મારા પિતા એ વખતે પત્તાની એક નામી

પેઢી ઓસમાન વીરા એન્ડ કંપનીમાં નોકરી કરતા હતા. મેનેજર હતા અને ત્યારે કમાણીમાં થોડો હિસ્સો આપવાની મૌખિક કબૂલાત પણ માલિક દ્વારા તેમની સાથે થયેલી.... જેનું માલિકે પાલન કર્યું નહી અને કબૂલાતથી ફરી ગયા. આ વર્ષોની વાતો હજુ પણ મને યાદ છે!

સામેની દુકાનમાં રહેતા ગણપતબાબુ નામના એક તમાકુના મરાઠી વેપારી મારા પિતાશ્રી ના ખાસ મિત્ર. દર અઠવાડિયે અંગ્રેજી ફિલ્મો સાથે જોતા. એ વખતે કોલકાતામાં મેટ્રો, એલિટ અને બીજા બે કે 3 થિયેટર માં જ અંગ્રેજી ફિલ્મોનુ પ્રસારણ થતું.....ખૂબ સરસ અને સરલ હતા એ દિવસો !


Rate this content
Log in