STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Children Stories

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Children Stories

દાદુ

દાદુ

2 mins
326

રતનપોળમાં રહેતા સુરેશભાઈ અને ઊર્મિભાભીનો ચાર વર્ષનો ટિનુ બધાને ખુબજ પ્રિય હતો. આખો દિવસ આજુબાજુ વાળા એને રમાડવા લઇ જતા. ટીનુના દાદાને આ ગમતું નહી. કોરોનાને કારણે બધા ઘરમાં જ રહેતા. અને સૌને ટીનું બહુજ ગમતો હોવાથી બહાર રમાડવા લઇ જતા. બધાને અલગ અલગ કેવી રીતેના પાડવી ? દાદાને પણ ટીના વગર ગમતું નહી. ! દાદાનો પાકો દોસ્ત હતો ટીનો. કોઈની વાતના માને પણ દાદાની બધી જ વાત માનતો. રાતના પણ દાદુની પાસે જ સુવે. પોતાની કાલીઘેલી ભાષામાં દાદુને સવાલ

પૂછે રાખે અને દાદુ તેને ઉત્તર આપે રાખે !

સુરેશભાઈ, ઊર્મિભાભી અને દાદી પણ આ લોકોની વાતો સાંભળીને મલકાયા કરે ! આજે સાંજના દૂધના પીવાની જિદ કરી રહ્યો હતો. દાદુ વાત કરતા કરતા સમજાવવા લાગ્યા. " જો બેટા તું મારો કેટલો ડાહ્યો દીકરો છો ને ! મારુ કહ્યું નહીં માનેને તો હું તારી સાથે વાત નહીં કરું."

"દાદુ તમારી વાત તો હું રોજ માનું છું ને ? આજ એક દિવસ તમે મારી વાત માનો.."

 "કઈ વાત દિકુ ?"

"દૂધ નથી પીવું ઇ વાત"

"જો તું દૂધ નહીં પીએ તો હું પણ દૂધ નહીં પીઉં. અને જો આપણે બે જણ દૂધ નહીં પીએ તો ઘરમાં બધા દૂધ બંધ કરી દેશે. પછી બધામાં તાકાત ક્યાંથી આવશે ? તારે તો strong boy બનવું છે ને ?"

"ઠીક છે. એમાં મમ્મી ચોકલેટ નાખી દેશે ?"

અને ટીનુ માની ગયો હતો.


***

આજ સવાર સવારના ખબર પડી કે બાજુવાળા કાકુ ભાઈને કોરોના થઈ ગયો હતો. હજુ ગઈકાલે જ એ લોકો ટીનુને રમાડવા લઇ ગયા હતા. બધા એ કોવિડ ટેસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું. સૌ ડરી ગયા હતા. ટીનુને કોરોના થઈ ગયો હશે તો ?

****

શહેરમાં ઘણા લોકોને કોરોના થઈ ગયું હતું. અને આ કારણે આખા અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યો હતો. બે દિવસ સુધી બધા ચિંતામાં રહ્યા બાદ આજ રિપોર્ટ આવવાનો હતો. અને રિપોર્ટ

આવી ગયો.  માત્ર દાદુનો રિપોર્ટ પોઝિટિવ હતો. જે દાદુ છેલ્લા એક વર્ષથી બહાર નહોતા ગયા તેમને જ કોરોના થઈ ગયો ! ૭૦ વર્ષનાં દાદુને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા.

ટીનુ બિચારો રડવા લાગ્યો. દાદુ ક્યાં ગયા ? દાદી પણ બિચારા ખુબજ ગભરાઈ ગયા. સુરેશભાઈ અને ઊર્મિભાભીને કશું સૂઝતું નહોતું. શુ કરવું ? દાદુ સાથે રોજ મોબાઈલમાં વાત થતી. એમને પણ ત્યાં ગમતું નહોતું. સિવિલ હોસ્પિટલના એક ઓળખીતા ડોક્ટર દ્વારા ખબર મળી જતા હતા. તેમના કહેવા મુજબ ૮ દિવસ પછી જ પાકું કહી શકાય એમ હતું.

આઠમે દિવસે સાંજે ડોક્ટરનો ફૉન આવ્યો, દાદુને અચાનક તબિયત ખરાબ થવાથી વેન્ટિલેટરમાં રાખવામાં આવ્યા છે. સુરેશભાઈ માત્ર ઊર્મિભાભીને કહીને તુરંત હોસ્પિટલ જવા રવાના થયા.

શુ થશે ? દાદુ બચી જશે ?


Rate this content
Log in