HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Others

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Others

હાઈકુ" કડવી યાદ"

હાઈકુ" કડવી યાદ"

1 min
352


  "કડવી યાદ,

આવનારા સુખને

 રુંધી નાખે છે !"

શું આપણે આપણી કડવી યાદોને કદી ભૂલી શક્યા છીએ ? ના. આપણી કડવી યાદ આપણા સુખને માણવા દેતી નથી.આવનારા સુખને રોકી રાખે છે.

"આ ભાઈ એ મારી સાથે દગો કર્યો. પેલાએ મને ગાળો આપી હતી" આપણું મન હંમેશ આવી દુઃખદ ઘટનાઓને યાદ કરી કરીને વ્યથિત થતું હોય છે. કોઈ સાથે વિતાવેલી અનેક સુખદ: પળોને, એક પલમાં ભૂલી જઈએ છીએ ! પણ એક પળની દુઃખદ યાદને, જીવનની હર પલમાં યાદ રાખીએ છીએ !

આપણું મન, આપણો સ્વભાવ ખુબ જ વિચિત્ર, ખુન્નસ ભર્યો છે. કોઈ એ આપેલી તકલીફને આપણે ભૂલી શકતા નથી. જ્યાં સુધી તેને વળતો જવાબ ના આપીએ ત્યાં સુધી આપણું મન અશાંત રહે છે. સુખની સારી પળોને માણી શકતા નથી.મનુષ્ય જીવનની આ એક હકીકત છે.


Rate this content
Log in