Pooja Patel

Children Stories Fantasy Inspirational

4  

Pooja Patel

Children Stories Fantasy Inspirational

ડોરેમોન નોબીતાની ફ્રેન્ડશીપ

ડોરેમોન નોબીતાની ફ્રેન્ડશીપ

3 mins
117


   જાપાનમાં નોબિતા એનાં મમ્મી પપ્પા સાથે રહતો હતો. જે ભણવામાં પણ સારો નહોતો ને.....સાથે સાથે..... રમત ગમત માં પણ ખરાબ હતો. હંમેશા જીયાન અને સુનીયો એની મજાક ઉડાવતા રહેતા હતાં. પણ તેની બેસ્ટ ફ્રેન્ડ શિઝુકા હતી.

    એક દિવસ એની જિંદગીમાં ભવિષ્યમાંથી એક રોબોટ આવ્યો. એનું નામ ડોરેમોન હતું. આમ તો ડોરેમોન પણ એની બાવીસમી સદીમાં પાછો પડતો રોબોટ હતો. એ વખતની અદ્યતન વિકાસનાં યુગમાં ડોરેમોન પણ હકીકમાં નોબિતાં જેબો ડોબો જ હતો. જેમ નોબીતા એકવીસમી સદીમાં રડતો હતો, તેવી જ રીતે ડોરેમોન બાવીસમી સદીમાં રડતો હતો. રોબોટ વેચાણની કંપની એ જ્યારે બધા જ રોબોટ ને વેચવા માટે કાઢ્યા, ત્યારે તેમને એમ જ હતું કે ડોરેમોન નહીં જ વેચાય. પણ શિવાશી એ ડોરેમોન ને ખરીદી લીધો અને તે ટાઈમ મશીન ની મદદ થી નોબીતાં પાસે આવ્યો. તેણે ડોરેમોનની નોબીતાં સાથે દોસ્તી કરાવી. 

    ડોરેમોનને નોબીતાં સાથે ફાવતું નહોતું, પણ તો પણ તેણે શરૂઆતમાં પ્રયત્ન કર્યા. તેણે જોયું કે નોબીતાં ભણવામાં ને રમત ગમતમાં પાછળ પડતો હતો. ડોરેમોન એ તેની મદદ કરવાનું વિચાર્યું. પછી એણે નોબીતાંને સવારે વહેલા જગાડીને કસરત કરાવવાંનું ચાલું કર્યું. એને રોજેરોજ શાળાનું ગૃહકાર્ય કરવાનું કહ્યું. નોબીતાંની મમ્મી પણ વિચારતી હતી કે ડોરેમોન કોણ છે અને નોબીતાં એની બધી વાતો કેમ માને છે? ત્યારે નોબીતાં એ એના મમ્મી સાથે ઓળખાણ કરાવી હતી. 

    નોબીતાં જ્યાં જ્યાં અટકતો'તો, ત્યાં ત્યાં તે ડોરેમોનની મદદ લેતો હતો. એનું જ્યારે જ્યારે જીયાન અને સુનીયો અપમાન કરતા હતા, ત્યારે ત્યારે તે એકલામાં રડતો હતો. ડોરેમોન એને શાંત કરતો હતો અને તેને હિંમત આપવાનું કામ કરતો હતો. જ્યારે જ્યારે તે હતાશ થઇ જતો હતો ત્યારે ત્યારે તે નોબીતાં ને હસાવતો હતો. બંને સાથે જ નાસ્તો કરતાં હતાં ને જમતાં હતા. બંન્ને એક જ રૂમ માં રહેતા હતાં. ડોરેમોન ને વધારે ઠંડી લાગે ત્યારે, નોબીતાં એને બ્લાંકેટ ઓઢાડી દેતો હતો, તાપણું કરતો હતો ને એનું રેગ્યુલર ભવિષ્યમાં જઈને ચેકઅપ પણ કરાવતો હતો.

     એક દિવસ નોબીતાં અને ડોરેમોન પાર્ક મા રમવા ગયા હતા. ત્યાં ડોરેમોન પર એક જંગલી બિલાડી એ હુમલો કર્યો અને એની ગાળામાં ઘંટડી હતી, તેને ખેંચીને કાઢી નાખી. નોબીતાં એ જોયું કે ડોરેમોન એની ઘંટડી ગોતવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. નોબીતાં એ એની ઘંટડી ગોતવામાં મદદ કરી. એ દિવસે ડોરેમોન એ કીધું કે," નોબીતાં, તું મારો સાચો મિત્ર છે. ભલે તું ભણવામાં ને રમતગમતમાં કાચો છે, પણ તું દોસ્તીમાં સાચો છે. તું દિલનો સાફ છે. આજ પછી હું આ ઘંટડી હંમેશા માટે સાચવીને રાખીશ. " ઘરે આવીને જોયુ તો એનાં મમ્મી ગુસ્સે હતી. કેમ કે નોબીતાં નાં કપડાં ખરાબ હતાં અનેં તે મોડો ઘરે પહોંચ્યો હતો. એની મમ્મી એ એને જમવાનું આપવાની ના પાડી દીધી. પછી ડોરેમોન એ મમ્મી ને બધું કીધું કે કેવી રીતે એક બિલાડી એ તેની ઘંટડી ફેકી દીધી અને તેને શોધવામાં નોબીતાં એ મદદ કરી હતી. તો એનાં મમ્મી ને પસ્તાવો થયો અને તેણે નોબીતાં ને જમવા માટે બોલાવ્યો. 

    મમ્મી નું આટલું વહાલસોયા પરિવર્તન ને જોઈને નોબીતાં ને વિચાર આવ્યો કે, " હું રોજેરોજ મારું હોમવર્ક પતાવું છું અને કસરત કરું છું એટલે મમ્મી મારાથી ખુશ છે. પણ પપ્પા તો મારા વખાણ નથી કરતાં, કઈક કરવું પડશે."

પછી તો નોબીતાં એ કસરત ની સાથે સાથે રમત ગમતમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ને હોમવર્ક ની સાથે સાથે તે પુનરાવર્તન પણ કરવા લાગ્યો. ડોરેમોન એ આ બધામાં તેનો સાથ આપ્યો હતો. એટલે ધીમે ધીમે તેના માર્કસ વધારે આવવા લાગ્યા અને તે રમત ગમતમાં પણ ગોલ્ડ મેડલ મેળવનાર વ્યક્તિ બની ગયો હતો. મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ હતાં. ને જ્યારે નોબીતાં ને એમ સમજાતું નહોતું કે આગળ કારકિર્દી શેમાં બનાવવી જોઈએ ? ત્યારે ડોરેમોન એ તેને સમજાવ્યું કે તે એન્જીનીયર બને અને પ્રોગ્રામિંગ શીખે. 

      નોબીતાં એ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું અને તે એક સફળ એન્જીનીયર બન્યો. તેણે ડોરેમોન માટે એની દોસ્તની કવિતા પણ લખી હતી. જ્યારે તે એન્જીનીયર બન્યો તે દિવસ ડોરેમોન માટે ખૂબ જ ખુશીનો દિવસ હતો. કેમ કે જે દિવસે તે નોબીતાને મળ્યો તો ત્યારે નોબીતા ઝીરો હતો, ને આજે તે હીરો બની ગયો હતો. ને આ ઝીરોમાંથી હીરો સુધીની સફરમાં નોબીતાં સાથે એનાં મમ્મી પપ્પા પણ હતા પણ સૌથી વધારે સમય તેણે ડોરેમોન સાથે વિતાવ્યો હતો.


Rate this content
Log in