STORYMIRROR

Parin Dave

Others

3  

Parin Dave

Others

છલકતી લાગણીઓ

છલકતી લાગણીઓ

2 mins
197

અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અવની ભવનમાં પરિતોષ એના પરિવાર સાથે જેમાં એની પત્ની પરિતા, દિકરી પલક અને દિકરો પ્રહર એમ ચાર જણાનું કુટુંબ રહેતું હતું. એમના જ બિલ્ડિંગમાં ભોંયતળિયે હંસાબેન અને એમના પતિ રમણલાલ બંને જણા સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. હમણાં છ વર્ષ પહેલા જ નિવૃત્ત થયા છે. 

હંસાબેન અને રમણલાલની આખી જિંદગી સ્કૂલમા પસાર થઇ હતી. એના કારણે બાળકોના સ્વભાવ થી પરિચિત હતા. પલક અને પ્રહર બંને જણા દસમા અને બારમા ધોરણમાં ભણતા હતા. આ બંને બાળકો એમને ત્યાંજ ટ્યુશન માટે જતા હતા. હંસાબેન અને રમણલાલના પરિવારમાં બે દિકરાઓ હતા પણ બંને જણા કેનેડા ગયા હતા.પહેલા ભણવા અને હવે ત્યાંના જ રહેવાસી થઈ ગયા હતા. 

પલક અને પ્રહરના ભણાવવાની જવાબદારી હંસાબેન અને રમણલાલે લીધી હતી. સ્કૂલમાંથી આવ્યા પછી બંને જણા ભણવા માટે આખો દિવસ ત્યાંજ રહેતા હતા. આના કારણે હંસાબેન અને રમણલાલને આ બંને બાળકો વચ્ચે લાગણીનો એક સેતુ તૈયાર થઈ ગયો હતો. પલક અને પ્રહરને ભૂલેચૂકે પણ ક્યાંય બહાર જવાનું હોય તો હંસાબેન અને રમણલાલને ગમતું નહીં. એ બંને જાણે એમના જ પરિવારનો એક હિસ્સો હોય એવી રીતે જ રહેતા હતા.

એક દિવસની વાત છે અચાનક જ રમણલાલને એટેક આવ્યો અને એમને દવાખાને લઈ ગયા. એ વખતે હંસાબેન એકલા પડી ગયા ત્યારે પરિતોષ- પરિતા અને બંને બાળકો એમની જોડે સતત ઊભા જ રહયા અને એક પરિવારની જેમ એમની બધી સંભાળ રાખી. જ્યારે રમણલાલને દવાખાનેથી રજા આપી ત્યારે પણ અને એ પછી પણ પરિતોષનો પરિવાર રમણલાલ અને હંસાબેનને એક પરિવારની જેમ જ રહેતા હતા. આજે એ લોકોને લાગણીનો ખરો મતલબ સમજ પડી. 

એ પછી તો હંસાબેન અને રમણલાલની બધી જ લાગણીઓ પરિતોષના પરિવાર તરફ છલકાઈ ગઈ હતી.


Rate this content
Log in