STORYMIRROR

Kalpesh Patel

Children Stories Comedy Classics

4.5  

Kalpesh Patel

Children Stories Comedy Classics

બનવારી લાલ, ભૂત અને તેલની દુકાન.

બનવારી લાલ, ભૂત અને તેલની દુકાન.

2 mins
24

“બનવારી લાલ, ભૂત અને તેલની દુકાન”
પાત્ર પરિચય -

ગાંવ ગણવા માં રહેતો હતો તેલ નો વેપારી,બનવારી લાલ 
તેલની દુકાનવાળો, તોંદવાળો, અને દિમાગથી થોડો શિથિલ.
તેની પત્ની સુંદરીદેવી, નામ તો સુંદરી… પણ ગુસ્સામાં ભૂકંપ ને પાછો પાડી દે .
અને દીકરો ચીકુ, જે દરેક વાત પર “પાપા, આ શું કરી રહ્યા છો?” પૂછનાર.

વાર્તા છે યો એક ડરામણી… પણ અસલમાં મજેદાર છે અને તે રાત્રે શરૂ થાય છે

એક રાત્રે બનવારી લાલ દુકાન બંધ કરીને ઘર પાછો ફરી રહ્યો હતો.
અચાનક રસ્તામાં એક ઝાડ પાછળથી અવાજ આવ્યો—
“ઊઊઊઊ… હું ભૂત છું…”
બનવારી લાલના હાથમાંથી તેલનો ડબ્બો પડી ગયો.
તે ધ્રૂજતા બોલ્યો,
“ભૂત? ગણવા ગામ માં? અરે ભાઈ, ટેક્સ તો અમારી પાસેથી મુખી લઈ લે છે, અને તેને છોડી હવે અમને ડરાવવા લાગ્યા?”
ઝાડ પાછળથી ફરી અવાજ આવ્યો—
“ઊઊઊઊ… હું તારું તેલ પી જઈશ…”
બનવારી લાલ બરાડ્યો,
“અરે! તેલ પીનાર ભૂત?મે તો લોહી. પીનારા સાં ભાળેલા છે,આ તો નવું તારું મોડેલ લાગે છે!”
ભૂત ને વાતોએ વાળગાડી, તેણે ઘર પહોંચીને  સુંદરીદેવીને જણાવ્યું.
સુંદરીદેવીએ તરત હાથમાં વેલણ ઉઠાવ્યું અને બોલી,
“ક્યાં છે તમારું તેલ પીવા વાળું ભૂત? 

હમણાં વેલણથી ઠોકીને ભૂતને તૂત  બનાવી દઈશ!”
ચીકુ બોલ્યો,
“પાપા, ભૂતને પણ તમારું તેલ જોઈએ? શું એ પણ ફ્રાય કરે છે?”
બનવારી લાલએ ગંભીરતાથી કહ્યું,
“હા બેટા, આજકાલ ભૂત પણ મોડેર્ન થઈ ગયા છે.”
બીજા દિવસે રાત્રે આખો પરિવાર ભૂત પકડવા નીકળ્યો
સુંદરીદેવી વેલણ લઈને,
ચીકુ મોબાઈલમાં વીડિયો બનાવવાની તૈયારીમાં,
અને બનવારી લાલ હાથમાં ખોરૂ થઈ ગયેલું સરસવના તેલનો ડબ્બો લઈને.
ઝાડ પાસે પહોંચતા જ પેલો જ અવાજ ફરી આવ્યો—
“ઊઊઊઊ… હું ભૂ—”
સુંદરીદેવી બરાડી,
“બહાર નીકળ! કોણ છે?”
ઝાડ પાછળથી નીકળ્યો…
ગણવાગામ ના મુખી નો છોકરો પપ્પુ!
પપ્પુ બોલ્યો,

“અરે હું તો મજાક કરતો હતો… ગઈ રાતે અંધારું હતું, વિચાર્યું કાકાને ડરાવીશ.”
બનવારી લાલએ રાહતનો શ્વાસ લીધો અને બોલ્યો,

“તો આ ભૂત નહીં, પપ્પુ-પ્રેત છે!”
ચીકુએ વીડિયો બનાવતા કહ્યું,
“પાપા, આ મારૂ આજનું રીલ તો વાયરલ થશેજ !”

🤣 છેવટે આખુ ગામ હસી પડ્યું 
બનવારી લાલએ દુકાન પર બોર્ડ લગાવી દીધું—
“અહીં તેલ મળે છે, ભૂત નહીં.”
સુંદરીદેવીએ પપ્પુને ચેતવણી આપી—

“ अगली बार भूत बने तो बेलन की पूजा करवा दूँगी।”

અને ચીકુએ વીડિયોનું શીર્ષક રાખ્યું—
“ગણવા ગામનો તેલવાળો અને નકલી ભૂત”



સામગ્રીને રેટ આપો
લોગિન